SRH vs RCB: કિંગ કોહલીએ રચ્યો ઈતિહાસ, IPLમાં 10 વખત 400+ રન બનાવનાર બેટ્સમેન બન્યો
રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને સનરાઇઝ હૈદરાબાદ વચ્ચે 25 એપ્રિલના રોજ આઈપીએલની સિઝનની 41મી મેચ રમાઈ હતી જેમાં આઈપીએલની સિઝનમાં 6 હાર મેળવ્યા બાદ ગઇકાલે જીત મેળવી હતી ઉલ્લેખનીય છે કે આ વખતે RCB માત્ર 2 જ મેચ જીતી શક્યું છે. ત્યારે ગઇકાલે SRH સામે RCBએ 35 રનથી જીત મેળવતા RCBનાં ફેન્સમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે ગઇકાલે વિરાટ કોહલીએ સનરાઇઝર્સ સામેની મેચમાં ઇતિહાસ રચ્યો અને IPLમાં 10 વખત 400+ રન બનાવનાર બેટ્સમેન બન્યો છે.
હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ટૉસ જીતીને બેટિંગ કરતા બેંગલુરુએ 20 ઓવરમાં 7 વિકેટે 206 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 171 રન જ બનાવી શકી હતી. ત્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલોરના ઓપનર વિરાટ કોહલીએ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમાયેલી મેચમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેણે જોરદાર અડધી સદી ફટકારી હતી. આ સાથે IPL 2024માં તેના 400 રન પૂરા થયા. રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં કિંગ કોહલી પોતાની અડધી સદી પૂરી કરીને આઉટ થયો હતો. જયદેવ ઉનડકટે તેને પોતાનો શિકાર બનાવ્યો હતો.
35 વર્ષીય બેટ્સમેન વિરાટ કોહલીએ 43 બોલમાં 51 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેના બેટમાંથી ચાર ચોગ્ગા અને એક છગ્ગો આવ્યો હતો. આ સાથે તેણે આ સિઝનમાં 400થી વધુ રન બનાવ્યા. આ સ્ટાર બેટ્સમેને આઈપીએલની આ સિઝનમાં અત્યાર સુધી નવ મેચ રમી છે. જેમાં તેણે 145ના સ્ટ્રાઈક રેટથી 430 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 40 ચોગ્ગા અને 17 છગ્ગા ફટકાર્યા હતા.
કોહલીએ IPLમાં 10મી વખત 400+ રન પૂરા કર્યા
રસપ્રદ વાત એ છે કે, 2011થી સતત 10મી વખત વિરાટ કોહલી 400+ રન બનાવવામાં સફળ રહ્યો છે. આવું કરનાર તે પ્રથમ બેટ્સમેન બન્યો. વર્ષ 2016માં તેણે સૌથી વધુ 973 રન બનાવ્યા હતા, જે IPLના ઈતિહાસમાં એક સિઝનમાં કોઈ બેટ્સમેન દ્વારા બનાવવામાં આવેલા સૌથી વધુ રન છે.