વર્લ્ડ કપ વચ્ચે જુઓ કેવું મળ્યું સચિનને બહુમાન
વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે ત્યારે તેની વચ્ચે મહાન બેટરનું બહુમાન
વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે અને તેની વચ્ચે ગૌરવપૂર્ણ ઘટનાઓ સાથે બની રહી છે. 2 નવેમ્બરે એટલે આજે ભારત અને શ્રીલંકા વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેચ રમાશે. આ પહેલા મુંબઈ ક્રિકેટ એસોસિએશને વાનખેડેમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના સ્ટેચ્યૂનું અનાવરણ કર્યું હતું.
સચિન તેંડુલકરના સ્ટેચ્યૂના અનાવરણનો પ્રોગ્રામ એક દિવસ પહેલા એટલે કે 1 નવેમ્બરની સાંજે કરાયું હતું. સચિનની પ્રતિમા સ્ટેડિયમમાં સચિન તેંડુલકરના સ્ટેન્ડ પાસે સ્થાપિત કરાઈ છે. આ સ્ટેચ્યૂ તેમના જીવનના 50 વર્ષને સમર્પિત છે. આ વર્ષે એપ્રિલમાં સચિને પોતાનો 50મો જન્મદિવસ મનાવ્યો હતો.
સચિને પોતાની છેલ્લી ઈન્ટરનેશનલ એટલે કે 200મી ટેસ્ટ મેચ આ મેદાન પર જ રમી હતી. આ મેચ વેસ્ટઈન્ડિઝ સામે રમાઈ હતી, જેમાં સચિને 74 રન બનાવ્યા હતા. ભારતે આ મેચ ઈનિંગ અને 126 રનોથી જીતી હતી. આ સ્ટેડિયમ સચિન માટે એટલા માટે પણ ખાસ છે, કારણ કે અહીં પર ભારતીય ટીમે પોતાનો બીજો વર્લ્ડ કપ ખિતાબ પણ જીત્યો હતો.