SA vs AFG semi final : સાઉથ આફ્રિકા સામે અફઘાનિસ્તાનની શરમજનક હાર, ડ્રેસિંગરૂમમાં ગમગીની છવાઈ
સાઉથ આફ્રિકાએ સેમિફાઈનલમાં અફઘાનિસ્તાનને હરાવીને T20 વર્લ્ડ કપ 2024માં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. T20 વર્લ્ડ કપ 2024ની સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે અફઘાનિસ્તાન પાસેથી જે પ્રકારના પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવી રહી હતી તે જ રીતે થઈ શક્યું નથી. 27 જૂને રમાયેલી આ મેચમાં અફઘાનિસ્તાનની ટીમ બેટિંગ કરતી વખતે પડી ભાંગી હતી, અફઘાનિસ્તાનની ટીમ એક પછી એક વિકેટો પડતી રહી હતી. પરિણામ એ આવ્યું કે અફઘાનિસ્તાનની ટીમ 11.5 ઓવરમાં માત્ર 56 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
દક્ષિણ આફ્રિકાએ માત્ર 8.5 ઓવરમાં 60 રન બનાવીને સાધારણ લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. આફ્રિકન ટીમે 29 જૂને બાર્બાડોસમાં યોજાનારી ગ્રાન્ડ ફિનાલે માટે સ્થાન મેળવ્યું હતું. હવે ભારત અથવા ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી બીજી સેમિફાઇનલના વિજેતા સાથે ટકરાશે. આ મેચમાં અફઘાન ટીમે શ્રેણીબદ્ધ શરમજનક રેકોર્ડ બનાવ્યા હતા. આ તો આજની મેચની ખાસિયતો હતી, પરંતુ આ મેચમાં અફઘાનિસ્તાનના બેટ્સમેનોએ જે પ્રદર્શન કર્યું તેની કોઈને અપેક્ષા નહોતી.
56 રનનો આ સ્કોર માત્ર T20 ક્રિકેટમાં અફઘાનિસ્તાન ટીમનો સૌથી નીચો સ્કોર નથી, પરંતુ તે કોઈપણ T20 વર્લ્ડ કપ સેમિફાઇનલનો સૌથી ઓછો સ્કોર પણ હતો.આ મેચમાં અફઘાનિસ્તાને ઘણા એવા રેકોર્ડ બનાવ્યા જે કદાચ તે યાદ રાખવા માંગતું નથી. 67 બોલ એ સાઉથ આફ્રિકા માટે સૌથી મોટી જીતનું માર્જિન છે, બાકી બોલના સંદર્ભમાં, તે T20 માં અફઘાનિસ્તાનની બીજી સૌથી મોટી હારનો માર્જિન છે, જે 2007માં જોહાનિસબર્ગમાં પાકિસ્તાન સામે 51 બોલમાં મળેલી હાર કરતાં વધુ સારી છે. ટી-20માં બાકી બોલના સંદર્ભમાં અફઘાનિસ્તાનની આ સૌથી મોટી હાર છે.
અફઘાનિસ્તાને આ T20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ સેમિફાઇનલમાં તેના બેટ્સમેનોએ ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હતું. આ હાર બાદ ટીમના ડ્રેસિંગ રૂમમાં ગમગીની છવાઈ હતી. અફઘાનિસ્તાનની હાર બાદ કેપ્ટન રાશિદ ખાન સહિત બાકીના ખેલાડીઓ દુખી થઈ ગયા હતા. ખેલાડીઓના ચહેરા પર ઉદાસી સ્પષ્ટ દેખાતી હતી. અફઘાન ખેલાડીઓની આંખો પણ ભીની દેખાતી હતી.
દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાનની મેચમાં શું થયું ?
આ મેચમાં અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ અફઘાનિસ્તાનની ટીમ એક પછી એક વિકેટ ગુમાવતી રહી હતી. પરિણામ એ આવ્યું કે અફઘાનિસ્તાનની ટીમ 11.5 ઓવરમાં માત્ર 56 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.
અફઘાનિસ્તાન ટીમની પ્રથમ વિકેટ રહેમાનુલ્લા ગુરબાઝ (0)ના રૂપમાં પડી હતી. આ પછી તેની ટીમ પત્તાના પોટલાની જેમ પડી ભાંગી. એક સમયે અફઘાનિસ્તાન ટીમનો સ્કોર 23/5 હતો. આના થોડા સમય બાદ અઝમતુલ્લા ઉમરઝાઈ (10) પણ આઉટ થઈ ગયો હતો. જ્યારે ઉમરઝાઈ આઉટ થયો ત્યારે અફઘાનિસ્તાન ટીમનો સ્કોર 28/6 હતો. અફઘાન ટીમ માટે ઉમરઝાઈ સૌથી વધુ સ્કોરર રહ્યો હતો.
50 રનના સ્કોર પર કરીમ જનાત (8), નૂર અહેમદ (0)ને તબરેઝ શમ્સીએ પેવેલિયન મોકલી દીધા હતા. આ પછી બીજી જ ઓવરમાં કેપ્ટન રાશિદ ખાન (8) પણ 50 રનના સ્કોર પર આઉટ થયો હતો. ત્યારબાદ નવીન ઉલ હકના આઉટ થતા જ અફઘાનિસ્તાનની ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. સાઉથ આફ્રિકા માટે પ્લેયર ઓફ ધ મેચ માર્કો જાનસેન હતો, જેણે અફઘાનિસ્તાનના ટોપ ઓર્ડરમાં ડંકો વગાડ્યો હતો. જ્યારે સ્પિનર તબરેઝ શમ્સીએ પણ 3 વિકેટ ઝડપી હતી. કાગીસો રબાડા અને એનરિક નોર્સિયાએ 2-2 વિકેટ લીધી હતી.