IPL : મુંબઈ ઈન્ડિયન્સના રોમારિયો શેફર્ડે એક ઓવરમાં ફટકાર્યા 32 રન…જુઓ
4,6,6,6,4,6..MIના Romarioએ એક ઓવરમાં બોલરને જબરદસ્ત કૂટ્યો
15મી ઓવર સુધી મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 4 વિકેટે 138 રનનો હતો અને તેમના માટે 200 રનના સ્કોર સુધી પહોંચવું મુશ્કેલ લાગતું હતું પરંતુ ટિમ ડેવિડ અને રોમારિયો શેફર્ડે એવી તોફાની બેટિંગ કરી કે 5 ઓવરમાં 96 રન બનાવી લીધા હતા
વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી મુંબઈ ઈન્ડિયન્સ vs દિલ્હી કેપિટલ્સ મેચમાં મુંબઈએ પ્રથમ બેટિંગ કરી છે. એક તરફ ટીમની શરૂઆત શાનદાર રહી છે. છેલ્લી 4 ઓવરમાં મુંબઈના બેટ્સમેનોએ દિલ્હીના બોલરોને બરાબરના ધોયા હતા. પરંતુ મુંબઈ માટે સૌથી મોટો હીરો રોમારિયો શેફર્ડ રહ્યો હતો. જેણે છેલ્લી ઓવરમાં 32 રન ફટકાર્યા હતા અને મુંબઈ ઈન્ડિયન્સને 234 રનના સ્કોર સુધી લઈ ગયો હતો. એક સમયે એવું લાગતું હતું કે MI માટે 215 રનનો સ્કોર પણ હાંસલ કરવો મુશ્કેલ રહશે પરંતુ શેફર્ડે એવી સિક્સર ફટકારી કે વાનખેડે સ્ટેડિયમમાં હાજર લોકો આનંદથી જૂમી ઉઠ્યાં હતાં
રોમારિયો શેફર્ડેની ધુઆધાર બેટિંગ
19મી ઓવરમાં મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 5 વિકેટે 202 રન હતા. દિલ્હી તરફથી છેલ્લી ઓવર એનરિચ નોર્ટજે ફેંકી હતી. રોમારિયો શેફર્ડે તેના પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. તેણે બીજા, ત્રીજા અને ચોથા બોલ પર પણ સિક્સરની હેટ્રિક ફટકારીને મેદાનમાં બલ્લે બલ્લે કરી દીધો હતો. પહેલા 4 બોલમાં 22 રન આવ્યા હતા. તેણે નોર્ટજેના પાંચમા બોલ પર ચોગ્ગો અને છેલ્લા બોલ પર છગ્ગો ફટકારીને ઓવરમાં કુલ 32 રન બનાવ્યા હતા. એનરિક નોર્ટજેએ 2 વિકેટ ઝડપી હતી પરંતુ 4 ઓવરમાં 65 રન આપ્યા હતા.
મુંબઈ છેલ્લી પાંચ ઓવરમાં 96 રન બનાવ્યા હતા
15મી ઓવર પછી મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 4 વિકેટે 138 રન હતો અને અહીંથી તેના માટે 200 રનના સ્કોર સુધી પહોંચવું મુશ્કેલ લાગતું હતું. પરંતુ ટિમ ડેવિડ અને રોમારિયો શેફર્ડે એવી તોફાની બેટિંગ કરી કે, 5 ઓવરમાં 96 રન બનાવી લીધા હતા. છેલ્લી 5 ઓવરમાં મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા 9 ગગનચુંબી સિક્સર ફટકારવામાં આવી હતી. જો આખી ઈનિંગ્સ પર નજર કરીએ તો એમઆઈના બેટ્સમેનોએ 14 સિક્સર ફટકારી હતી.