એશિયા કપ જીતશું…જીતશું…જીતશું: રોહિત શર્મા
એશિયા કપનો પ્રારંભ 30 ઑગસ્ટથી થઈ રહ્યો છે અને ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં પોતાની પહેલી મેચ બે સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે રમશે. આ બધાની વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા પત્ની રિતિકા સજદેહ સાથે એરપોર્ટ પર જોવા મળતાં જ પેપેરાઝીએ તેને ઘેરી લીધો હતો. આ દરમિયાન એક પેપેરાઝીએ કહ્યું કે રોહિત સર, એશિયા કપનો વેઈટ છે. આ પછી રોહિતે કહ્યું કે એશિયા કપ…ત્યારબાદ પેપેરાઝીએ કહ્યું કે જય હિન્દ…જેના જવાબમાં રોહિતે કહ્યું કે જીતશું…જીતશું…ઉલ્લેખનીય છે કે ભારતે એશિયા કપની ટ્રોફી સાત વખત જીતી છે અને ટૂર્નામેન્ટની સૌથી સફળ ટીમ ભારત છે. એશિયા કપમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાન ઉપરાંત આ વખતે નેપાળ પણ ભાગ લઈ રહ્યું છે.