વર્લ્ડકપમાં કેપ્ટન તરીકે રોહિતે બનાવ્યો રેકોર્ડ
વર્લ્ડકપની એક સિઝનમાં કેપ્ટન તરીકે બનાવ્યા સૌથી વધુ રન
ઓસ્ટ્રેલીયા સામે ફાઇનલ મુકાબલામાં 47 રન બનાવતાની સાથે જ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ એક રેકોર્ડ પોતાના નામે બનાવી લીધો છે.
આ વર્ષે ક્રિકેટ વિશ્વકપમાં ભારતીય ટીમને ફાઇનલમાં પહોંચાડનારા કેપ્ટન રોહિત શર્માએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં એક રેકોર્ડ બનાવ્યો હતો. તેણે કેપ્ટન તરીકે વર્લ્ડકપની એક સિઝનમાં સૌથી વધુ રન બનાવાનાર ખેલાડી બની ગયો છે. રોહિત શર્મા વર્લ્ડકપની ફાઇનલ મેચમાં 47 રન બનાવી આઉટ થઈ ગયો હતો પરંતુ તેણે એક રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. જેમાં કોઈપણ એક વર્લ્ડકપ ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર કેપ્ટન બની ગયો છે. રોહિતે વર્લ્ડકપની 11 મેચમાં કુલ 597 રન બનાવ્યા છે. જે વર્લ્ડકપના ઇતિહાસમાં કોઈપણ કેપ્ટન દ્વારા સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. આ રેકોર્ડમાં રોહિતે ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન, શ્રીલંકાના પૂર્વ કેપ્ટન મહેલા જયવર્દને, ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ અને ઓસ્ટ્રેલિયના અન્ય એક પૂર્વ કેપ્ટન એરોન ફિન્ચને પાછળ છોડી દીધા છે.
કેપ્ટન | વર્લ્ડકપ | રન |
રોહિત શર્મા | 2023 | 597 |
કેન વિલિયમસન | 2019 | 578 |
મહેલા જયવર્દને | 2007 | 548 |
રિકી પોન્ટિંગ | 2003 | 539 |
એરોન ફિન્ચ | 2019 | 507 |