રિન્કુએ છગ્ગો માર્યો પણ તેના ખાતામાં ન ગયો !
વર્લ્ડકપ પૂર્ણ થયા બાદ ઑસ્ટે્રલિયા સામે પાંચ મેચની ટી-૨૦ શ્રેણીની પહેલી મેચમાં ભારતે ઑસ્ટે્રલિયાને હરાવી દીધું છે. બન્ને ટીમ પોતાના સ્ટાર ખેલાડી વગર મેદાને ઉતરી હતી. ટોસ ગુમાવીને પહેલાં બેટિંગ કરતાં ઑસ્ટે્રલિયાએ ૨૦૮ રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો જવામાં ભારતે ૧૯.૫ ઓવરમાં ૮ વિકેટે ૨૦૯ રન બનાવીને જીત હાંસલ કરી લીધી હતી. આ મેચમાં રિન્કુ સિંહ ૧૪ બોલમાં ૨૨ રન બનાવીને અણનમ રહ્યો હતો.
ભારતને અંતિમ ઓવરમાં જીત માટે સાત રનની જરૂર હતી. રિન્કુએ પહેલાં બોલે ચોગ્ગો માર્યો પરંતુ ત્રીજા, ચોથા અને પાંચમા બોલે ભારતે બે રનઆઉટ સહિત કુલ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. અંતિમ બોલે એક રનની જરૂર હતી. રિન્કુએ છગ્ગો માર્યો પરંતુ નો-બોલ હોવાને કારણે ભારત જીતી ગયું હતું. હવે સવાલ એ ઉભો થાય છે કે રિન્કુએ છગ્ગો માર્યો છતાં તેના ખાતામાં કેમ ન ગયો.
રિન્કુએ જે અંતિમ બોલે છગ્ગો માર્યો તે નો-બોલ હતો એટલા માટે ભારતને જરૂરી એક રન મળી ચૂક્યો હતો અને તે જીત હાંસલ કરી ચૂક્યું હતું એટલા માટે છગ્ગાની ગણતરી કરવામાં આવી ન્હોતી.