ઈંગ્લીશ બેટર ડેવિડ મલાનનો સંન્યાસ
ઈંગ્લેન્ડના ૩૭ વર્ષીય દિગ્ગજ બેટર ડેવિડ મલાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું છે. મલાન ટી-૨૦ ફોર્મેટમાં પૂર્વ નંબર વન રહી ચૂક્યો છે. મલાનને પાછલા વર્ષે રમાયેલા વન-ડે વર્લ્ડકપ બાદથી ટીમમાં પસંદ કરાતો ન્હોતો.
તેણે ઑસ્ટે્રલિયા વિરુદ્ધ મર્યાદિત ઓવર શ્રેણી માટે પણ ટીમમાં જગ્યા મળી નથી. આ પછી તેણે સંન્યાસનું એલાન કર્યું છે. મલાને વર્ષ ૨૦૧૭માં ટી-૨૦ ડેબ્યુ કર્યું હતું. આ સાથે જ તેના આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત થઈ હતી.
એ વર્ષે એશેઝમાં તેણે પોતાની પહેલી અને એકમાત્ર સદી બનાવી હતી. વર્ષ ૨૦૧૯ બાદથી તે ટી-૨૦ ફોર્મેટમાં ટીમનો મહત્ત્વનો ખેલાડી બની ગયો હતો.
