ભારત અને પાકિસ્તાન મેચમાં વરસાદ વિલન
એશિયા કપ 2023 ની ત્રીજી મેચ રમાઈ રહી છે. પલ્લેકેલેમાં રમાઈ રહેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં વરસાદે સતત વિઘ્ન સર્જી દીધા છે. પાકિસ્તાનની બેટિંગ ઈનીંગ શરુ થવામાં વિલંબ થયો હતો. વરસાદને લઈ મેચમાં સમય ખરાબ થવાને લઈ ઓવર કટ કરી દેવામાં આવી છે.
એશિયા કપ 2023 ની ત્રીજી મેચ રમાઈ રહી છે. પલ્લેકેલેમાં રમાઈ રહેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં વરસાદે સતત વિઘ્ન સર્જી દીધા છે. પાકિસ્તાનની બેટિંગ ઈનીંગ શરુ થવામાં વિલંબ થયો હતો. વરસાદને લઈ મેચમાં સમય ખરાબ થવાને લઈ ઓવર કટ કરી દેવામાં આવી છે. ક્રિકેટ રસિકો ભારત અને પાકિસ્તાન મેચને રોમાંચને માણવા માટે મેચ ફરી શરુ થાય એ માટે રાહ જોઈ રહ્યા છે.
જોકે 9 કલાકે અંપાયર્સ દ્વારા મેદાનમાં નિરીક્ષણ કરવામાં આવ્યા બાદ ફરીથી હળવો વરસાદ શરુ થયો હતો. આમ એક સમયે થોડીક વારમાં મેચ શરુ થવાની તૈયારી હતી, ત્યાં ફરી વરસાદ વરસતા પિચ પર કવર્સ ફરીથી ઢાંકવામાં આવ્યા છે. આમ હવે ફરીથી મેચ શરુ થવામાં વિલંબ સર્જાયો છે. જેમ જેમ સમય પસાર થશે એમ મેચમાં હજુ પણ ઓવર્સ ઘટાડવામાં આવી શકે છે.