Paris Olympics 2024 : ભારતને બેડમિન્ટનમાં 2 મેડલ મળવાની આશા, આ સ્ટાર ખેલાડીઓ પહોંચ્યા પ્રી-ક્વાર્ટરમાં ફાઈનલમાં
પેરિસ ઓલમ્પિકમાં ભારતની મહિલા એથ્લીટ જબરજસ્ત પ્રદર્શન કરી રહી છે. મનુ ભાકરે ભારતને 2 બ્રોન્ઝ મેડલ અપાવ્યા છે. ત્યારે આજે ઓલમ્પિકના પાંચમાં દિવસે ભારતના બે ખેલાડીઓ આગળ વધ્યા છે. બેડમિન્ટનમાં પીવી સિંધુ અને લક્ષ્ય સેન પ્રી-ક્વાર્ટરમાં પહોંચ્યા છે. બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુએ પેરિસ ઓલિમ્પિકની મહિલા સિંગલ્સ ઈવેન્ટમાં એસ્ટોનિયાની ક્રિસ્ટીન કુબાને સીધી ગેમ્સમાં 21.5, 21.10થી હરાવીને નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ અને ટોક્યોમાં બ્રોન્ઝ મેડલ જીતનારી સિંધુએ આ એકતરફી મેચ 34 મિનિટમાં જીતી લીધી હતી.
લક્ષ્ય સેને વર્લ્ડ નંબર 3 ખેલાડીને હરાવ્યો
🇮🇳🔥 𝗟𝗔𝗞𝗦𝗛𝗬𝗔 𝗛𝗔𝗦 𝗗𝗢𝗡𝗘 𝗜𝗧! What a performance from Lakshya Sen against World No. 4, Jonatan Christie as he moves into the round of 16 in his maiden Olympic campaign. He won the match in straight games, 21-18 & 21-12.
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) July 31, 2024
🏸 After a slow start to the match, Lakshya Sen… pic.twitter.com/DEvk5btFGW
પેરિસ ઓલિમ્પિકમાં પુરુષોની બેડમિન્ટનમાં ભારતનો યુવા ખેલાડી લક્ષ્ય સેન પણ પોતાની રાઉન્ડ ઑફ 32 મેચ રમવા ઉતર્યો હતો. તેણે આ મેચમાં જોનાથન ક્રિસ્ટીને હરાવીને ઇતિહાસ રચી દીધો હતો. 22 વર્ષીય સેને 21-18, 21-12થી સીધા સેટમાં પ્રભુત્વસભર વિજય મેળવ્યો હતો. ભારતને હવે બેડમિન્ટનમાં બે મેડલની આશા જાગી છે. કારણ કે અગાઉ બબ્બે ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ પણ રાઉન્ડ ઑફ 16માં જગ્યા બનાવવામાં સફળ રહી હતી.
લક્ષ્ય અને જોનાથન અગાઉ 4 વખત આમને સામને ટકરાઇ ચૂક્યા છે જેમાં લક્ષ્ય સેનનો 3 વખત પરાજય થયો હતો. આજે પણ શરૂઆતમાં લક્ષ્ય 8-2થી પાછળ હતો પરંતુ ત્યાર બાદ તેણે વાપસી કરતાં પ્રથમ સેટ જીતી લીધો હતો અને ત્યાર બાદ બીજો સેટ પણ જીતીને તિરંગો લહેરાવ્યો હતો. લક્ષ્યએ ગ્રુપ Lમાં ટોપ કર્યું હતું અને હવે નોકઆઉટ એટલે કે પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે.
પીવી સિંધુએ પેરિસ ઓલિમ્પિકમાં સતત બીજી જીત હાંસલ કરી
🇮🇳 𝗦𝗶𝗻𝗱𝗵𝘂 𝘄𝗶𝗻𝘀 𝘄𝗶𝘁𝗵 𝗲𝗮𝘀𝗲! A terrific performance from PV Sindhu to defeat Kristin Kuuba in her final group game to move one step closer to Olympic glory for the third time. She won her match in straight games, 21-05 & 21-10.
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) July 31, 2024
🏸 Kristin had no answer to Sindhu's… pic.twitter.com/9TJr9mZ2Ko
ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ પેરિસ ઓલિમ્પિકમાં સતત બીજી જીત હાંસલ કરી છે. સિંધુએ 28 જુલાઈના રોજ મહિલા સિંગલ્સના ગ્રુપ-Mમાં તેની પ્રથમ મેચમાં માલદીવની ફાતિમા નબાહા અબ્દુલ રઝાકને સરળતાથી હરાવ્યો હતો. સિંધુએ આ મેચમાં વિશ્વની નંબર-111 ખેલાડી સામે 21-9, 21-6થી જીત મેળવી હતી. તે સમયે આ મેચ માત્ર 29 મિનિટ ચાલી હતી.
પીવી સિંધુ હેટ્રિક ફટકારી શકે છે
સિંધુએ રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ અને ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જો તે પેરિસ ઓલિમ્પિકમાં પોડિયમ સુધી પહોંચવામાં સફળ થાય છે, તો તે મેડલની હેટ્રિક પુરી કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બની જશે.