પાકિસ્તાનનો બાંગ્લાદેશ સામે સાત વિકેટે વિજય
ICC વર્લ્ડ કપ 2023માં કોલકાત્તાના ઈડનગાર્ડન ખાતે રમાયેલ મેચમાં, પાકિસ્તાને બાંગ્લાદેશની ટીમને સાત વિકેટથી પરાજ્ય આપ્યો છે. બાંગ્લાદેશના સુકાની શાકિબ અલ હસને ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે બાંગ્લાદેશની સમગ્ર ટીમ 45.1 ઓવરમાં 204 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં પાકિસ્તાને માત્ર ત્રણ વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી છે.