ઑસ્ટે્રલિયા સામે પાકિસ્તાન ૩૧૩ રનમાં ઓલઆઉટ
ઑસ્ટે્રલિયા-પાકિસ્તાન વચ્ચે સિડનીમાં ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. પહેલાં દિવસે ટોસ જીતીને પાકિસ્તાને બેટિંગ કરતાં ૩૧૩ રનમાં ઓલઆઉટ થઈ હતી. મીર અઝમા અને આમીર જમાલે અંતિમ વિકેટ માટે ૮૬ રનની ભાગીદારી કરી ટીમનો સ્કોર ૩૦૦ને પાર પહોંચાડ્યો હતો. જમાલે ૯મા નંબર પર આવીને ૮૨ રનની ઈનિંગ રમી હતી. મોહમ્મદ રિઝવાન પણ ૮૮ રન બનાવીને આઉટ થયો હતો. આગા સલમાને પણ ૫૦ રનની ઈનિંગ રમી હતી. ઑસ્ટે્રલિયા વતી પેટ કમીન્સે ૬૧ રન આપીને ૫ વિકેટ ખેડવી હતી. જ્યારે દિવસની રમતના અંતે ઑસ્ટે્રલિયાએ વિનાવિકેટે ૬ રન બનાવ્યા છે.