એશિયન ગેમ્સમાં નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં અપાવ્યો મેડલ
ભારતે 19મી એશિયન ગેમ્સમાં તેનો 17મો ગોલ્ડ મેડલ જીત્યો છે. વર્લ્ડ ચેમ્પિયન નીરજ ચોપરાએ આ ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતીય સ્ટારે પુરુષોની ભાલા ફેંકની ફાઇનલમાં 87.88 મીટરના થ્રો સાથે ગોલ્ડ જીત્યો હતો. નીરજે 2018ની ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ફાઈનલ ભારત માટે પણ સારી રહી કારણ કે ભારતીય કિશોર જેનાએ પણ સિલ્વર મેડલ જીત્યો હતો.
હાંગઝોઉ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન સતત શાનદાર રહ્યું છે. ભારતીય એથ્લેટ્સે વિવિધ ઈવેન્ટ્સમાં સતત ઘણા મેડલ જીત્યા છે આજે નીરજ ચોપરા પોતાના એશિયન ગેમ્સના ટાઈટલને બચાવવા માટે આવ્યો હતો. નીરજ ચોપરાએ આજે 88.88 મીટરનો થ્રો ફેંક્યો હતો. કિશોર જેના 87.54 મીટરનો થ્રો ફેંકીને બીજા નંબરે રહ્યો હતો.
નીરજ ચોપરાએ ભારત માટે આ ઈવેન્ટમાં જીત્યા મેડલ
- ગોલ્ડ મેડલ – સાઉથ એશિયન ગેમ્સ 2016માં
- ગોલ્ડ મેડલ – એશિયન ચેમ્પિયનશિપ 2017માં
- ગોલ્ડ મેડલ કોમનવેલ્થ ગેમ્સ 2018 માં
- ગોલ્ડ મેડલ – એશિયન ગેમ્સ 2018 માં
- ગોલ્ડ મેડલ – ઓલિમ્પિક 2020 માં
- ગોલ્ડ મેડલ – ડાયમંડ લીગ 2022 માં
- સિલ્વર મેડલ – વર્લ્ડ ચેમ્પિયનશિપ 2022માં
- ગોલ્ડ મેડલ – વર્લ્ડ ચેમ્પિયનશિપ 2023માં
- સિલ્વર મેડલ – ડાયમંડ લીગ 2023 માં
- ગોલ્ડ મેડલ – એશિયન ગેમ્સ 2023 માં