મેક્સવેલે ચીક્કાર દારૂ પી લેતાં હોસ્પિટલે ખસેડવો પડ્યો !
ઓસ્ટે્રલિયાનો સ્ટાર ક્રિકેટર ગ્લેન મેક્સવેલ ફરી વિવાદમાં આવી ગયો છે. આરોપ છે કે તેણે એક કાર્યક્રમમાં એટલો બધો દારૂ પી લીધો કે હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. હવે ક્રિકેટ ઓસ્ટે્રલિયા આખાયે મામલાની તપાસ કરી રહ્યું છે. મેક્સવેલને વિન્ડિઝ સામે વન-ડે શ્રેણી માટે ઓસ્ટે્રલિયાની ટીમમાં સામેલ કરાયો નથી.
ઓસ્ટે્રલિયન અખબાર ડેલી ટેલિગ્રાફના જણાવ્યા પ્રમાણે ગ્લેન મેક્સવેલ સાથી ક્રિકેટર બ્રેટ લીના રૉક બેન્ડ સિક્સ એન્ડ આઉટનો શો જોવા માટે એડિલેડ પહોંચ્યો હતો. આ પછી તેણે પબમાં જોરદાર પાર્ટી કરી હતી જેમાં તેની તબિયત ખરાબ થઈ ગઈ હતી. આ પછી તેની તબિયત ખરાબ થઈ ગઈ હતી જેના કારણે એમ્બ્યુલન્સ બોલાવીને તેમાં તેને હોસ્પિટલે ખસેડીને દાખલ કરવામાં આવ્યો હતો. જો કે હોસ્પિટલમાંથી તેને તાત્કાલિક રજા પણ આપી દેવાઈ હતી.