દિગ્ગજ બૉક્સર જ્યોર્જ ફોરમૈનનું નિધન
અમેરિકી બૉક્સર અને હેવિવેટ ચેમ્પિયન જ્યોર્જ ફોરમૈને ૭૬ વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું હતું. તેમણે મૈક્સિકો ઑલિમ્પિક-૧૯૬૮માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેઓ જ્યારે મેડલ જીત્યા ત્યારે તેમની ઉંમર માત્ર ૧૯ વર્ષની હતી. આ ઉપરાંત તેમણે રંબલ ઈન ધ જંગલમાં મોહમ્મદ અલીનો સામનો કર્યો હતો. પ્રોફેશ્નલ બોક્સર બન્યા બાદ તેમણે હાલના ચેમ્પિયન જો-ફ્રેઝિયર વિરુદ્ધ સળંગ ૩૭ જીત હાંસલ કરી હતી. જાણીને આશ્ચર્ય થશે કે જ્યોર્જે મોહમ્મદ અલી વિરુદ્ધ બે વખત પોતાના ખીતાબનો બચાવ કર્યો હતો જેને બૉક્સિંગ ઈતિહાસની સૌથી પ્રતિષ્ઠિત મેચ તરીકે ગણવામાં આવે છે.
