ICC ફાઈનલમાં કોહલી બન્યો `રનવીર’
૮ ફાઈનલ મેચમાં ૩૨૧ રન બનાવનારો વિશ્વનો પ્રથમ બેટર, સંગાકારાને પાછળ છોડ્યો
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટર વિરાટ કોહલીએ ફાઈનલમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. કોહલીએ ફાઈનલમાં ૪૧ રન બનાવતાની સાથે જ આઈસીસી ફાઈનલ્સના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનારો બેટર બની ગયો છે.
કોહલીએ અત્યાર સુધી કારકીર્દિમાં ૮ આઈસીસી ફાઈનલ મુકાબલા રમ્યા છે જેમાં તેણે ૩૨૧ રન બનાવી લીધા છે. તેના પહેલાં આ યાદીમાં કુમાર સાંગાકારા (શ્રીલંકા) હતો જેણે ૭ ફાઈનલમાં ૩૨૦ રન બનાવ્યા હતા. કોહલીએ ૪૧ રન બનાવતાની સાથે જ સંગાકારા પાછળ થઈ ગયો છે. આ યાદીમાં ત્રીજા નંબરે શ્રીલંકાનો પૂર્વ ખેલાડી મહેલા જયવર્દને છે જેણે ૨૭૦ રન બનાવ્યા છે જ્યારે એડમ ગિલક્રિસ્ટ ૨૬૨ રન સાથે ચોથા ક્રમે તો રિકી પોન્ટીંગ છઠ્ઠા ક્રમે છે જેણે ૨૪૭ રન બનાવ્યા હતા.
ફાઈનલ મુકાબલાની ૨૨મી મિનિટમાં જ તૂટ્યો રેકોર્ડ !!
આખા વિશ્વની નજર ભારત-ઑસ્ટે્રલિયા વચ્ચે ફાઈનલ મુકાબલા પર ટકેલી હતી. સ્ટેડિયમ તો ખચોખચ ભરેલું હતું જ સાથે સાથે ઓનલાઈન પ્રસારણ પણ સુપરહિટ નિવડ્યું હોય તેમ પાછલા અનેક રેકોર્ડ તૂટી ગયા હતા. ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર અગાઉ ૪.૪ કરોડ લાઈવ યુઝર્સનો રેકોર્ડ બન્યો હતો જે ફાઈનલ મેચમાં તૂટ્યો હતો. આ પહેલાં ૧૪ ઑક્ટોબરે ભારત-પાકિસ્તાન વચ્ચે રમાયેલા ફાઈનલમાં લાઈવ વ્યુઅર્સની સંખ્યા ૩.૫ કરોડે પહોંચી હતી. ઓટીટી એપ્લીકેશન ઉપર ફાઈનલ મેચ શરૂ થવાની ૧૫ મિનિયમાં જ ૫.૩ કરોડ યુઝર્સ લાઈવ થઈ ગયા હતા. મેચ શરૂ થયાની ૧૮ મિનિટમાં લાઈવ યુઝર્સની સંખ્યા ૫.૧ કરોડને પાર પહોંચી હતી. આ સમયે રોહિત શર્માએ મેચનો પ્રથમ છગ્ગો લગાવ્યો હતો જેના પછી તેણે ચોગ્ગો પણ લગાવ્યો હતો. આ પહેલાં ભારત-આફ્રિકા વચ્ચે રમાયેલી મેચમાં ૫.૩ કરોડ યુઝર્સ લાઈવ હતા જે પણ એક રેકોર્ડ હતો. મેચની ૨૨મી મિનિટમાં શુભમન ગીલના આઉટ થયા બાદ કોહલી આવ્યો. ત્યારબાદ રોહિત શર્માના આઉટ થયા બાદ વ્યુઅર્સની સંખ્યા ૫.૫ કરોડે પહોંચી હતી જે પણ એક નવો રેકોર્ડ છે.
મેચ પહેલા મહંમદ શમીના માતુશ્રીની તબિયત બગડતા હોસ્પિટલ ખસેડાયા
ભારત અને ઓસ્ટે્રલિયા વચ્ચે આજે અમદાવાદમાં ક્રિકેટ ગ્રાઉન્ડમાં વિશ્વકપનો ફાઈનલ જંગ ભારત જીતે તે માટે ટીમ ઈન્ડિયાના ઘાતક બોલર મહંમદ શમીના માતુશ્રીએ પ્રાર્થના સાથે આશીર્વાદ આપ્યા હતા પરંતુ મેચ શરૂ થયો ત્યારે શમીના માતુશ્રીની તબિયત લથડી જતાં તેમને તત્કાળ દવાખાને ખસેડવા પડ્યા હતા.
ઉત્તરપ્રદેશના અમરોહા શહેરમાં રહેતા શમીના માતુશ્રીને ત્યાંની જ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. એમની સાથે એમની સુપુત્રી છે અને ડોકટરોની ટૂકડી એમની સારવાર કરી રહી છે. તબિયત અચાનક કેવી રીતે બગડી છે તે બારામાં ડોક્ટરોએ હજુ કશું કહ્યું નથી. ફાઈનલ મેચ પહેલાં એમણે પુત્ર મહંમદ શમી સાથે ફોન પર વાત કરી હતી અને ભારતની જીત માટે આશીર્વાદ આપ્યા હતા.