અય્યર-ઈશાન BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી ‘આઉટ’
રિન્કુ, તીલક, ઋતુરાજ, શિવમ, બિશ્નોઈને ચાંદી...ચાંદી: પુજારા, ધવન, ચહલ પણ કોન્ટ્રાક્ટની યાદીમાંથી બહાર
બીસીસીઆઈએ પોતાના વાર્ષિક સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી દીધી છે. આ કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી ઈશાન કિશન અને શ્રેયસ અય્યરને બહાર કરી દેવામાં આવ્યા છે. અગાઉના કોન્ટ્રાક્ટમાં શ્રેયસને
બી’ અને ઈશાનને સી' કેટેગરીમાં રાખવામાં આવ્યા હતા ત્યારે શ્રેયસને વર્ષે ૩ અને ઈશાનને વર્ષે ૧ કરોડ રૂપિયા મળી રહ્યા હતા પરંતુ હવે તેમને આ રકમ મળશે નહીં. આ બન્ને ઉપરાંત
એ’ ગ્રેડમાંથી ઋષભ પંત, અક્ષર પટેલને પણ બહાર કરીને બી' કેટેગરીમાં રાખવામાં આવ્યા છે તો
બી’ કેટેગરીમાંથી ચેતેશ્વર પુજારાને બહાર કરી દેવામાં આવ્યો છે. સી' કેટેગરીમાંથી ઉમેશ યાદવ, શિખર ધવન, દીપક હુડ્ડા અને યુઝવેન્દ્ર ચહલની છુટ્ટી થઈ છે તો રિન્કુ સિંહ, તીલક વર્મા, ઋતુરાજ ગાયકવાડ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, આવેશ ખાન અને રજત પાટીદારને
સી’ કેટેગરીમાં રખાયા છે.
કઈ કેટેગરીમાં કેટલા રૂપિયા મળે છે
કેટેગરી
એ+ ૭ કરોડ
એ ૫ કરોડ
બી ૩ કરોડ
સી ૧ કરોડ
કઈ કેટેગરીમાં કયો ખેલાડી
એ+ ગ્રેડ
રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, રવીન્દ્ર જાડેજા
એ-ગ્રેડ
આર.અશ્વિન, મોહમ્મદ શમી, મોહમ્મદ સીરાજ, કે.એલ.રાહુલ, શુભમન ગીલ, હાર્દિક પંડ્યા
બી-ગ્રેડ
સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, યશસ્વી જયસ્વાલ
સી-ગ્રેડ
રિન્કુ સિંહ, તીલક વર્મા, ઋતુરાજ ગાયકવાડ, શાર્દૂલ ઠાકુર, શિવમ દૂબે, રવિ બિશ્નોઈ, જીતેશ શર્મા, વોશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, કે.એસ.ભરત, પ્રસિદ્ધ કૃષ્ણા, આવેશ ખાન, રજત પાટીદાર