IPL:મુંબઈની પ્રથમ જીત: દિલ્હીને 29 રને હરાવ્યું
મુંબઇએ સ્ફોટક બેટિંગ કરી 235 નો ટાર્ગેટ આપ્યો હતો જેની સામે દિલ્હી 205 માં જ ખખડી ગયું
ઈન્ડિયન પ્રીમિયર લીગના રસપ્રદ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હીને 29 રને હરાવ્યું હતું. રવિવારે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં દિલ્હીને જીત માટે 235 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેનો પીછો કરતા દિલ્હી આઠ વિકેટ પર 205 રન જ બનાવી શક્યું હતું.
મુંબઈ ઈન્ડિયન્સની આ લીગમાં પહેલી જીત છે. આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સને સતત ત્રણ મેચમાં હાર મળી હતી. ત્યારે, દિલ્હી કેપિટલ્સની આ પાંચ મેચોમાં ચોથી હાર રહી છે.
મુંબઈ માટે રોહિત શર્માએ 27 બોલમાં 49 રન બનાવ્યા. રેમારિયો શેફર્ડે અંદાજિત 10 બોલમાં અણનમ 39 રન બનાવ્યા. ટિમ ડેવિડે 45 રન બનાવ્યા. હાર્દિક પંડ્યાએ 39 રનનું યોગદાન આપ્યું. આ દરમિયાન દિલ્હી માટે અક્ષર નોર્ખિયાએ 2-2 વિકેટ ઝડપી. ખલીલને એક વિકેટ મળી હતી.
દિલ્હી કેપિટલ્સ માટે પૃથ્વી શૉએ 66 રનની ઈનિંગ રમી. ટ્રિસ્ટન સ્ટબ્સે શાનદાર પ્રદર્શન કર્યું. તેમણે 25 બોલમાં અણનમ 71 રન બનાવ્યા. આ દરમિયાન 7 છગ્ગા અને 3 ચોગ્ગા લગાવ્યા. મુંબઈ માટે ગેરાલ્ડ કોએત્જીએ 4 વિકેટ ઝડપી. જસપ્રીત બુમરાહે બે વિકેટ લીધી હતી.