IPL પહેલાં જ ૧૩ ખેલાડી ‘આઉટ’
કોઈ વ્યક્તિગત કારણથી તો કોઈ ઈજાને લીધે ટૂર્નામેન્ટ રમશે નહીં: લગભગ દરેક ટીમને લાગ્યા ઝટકા
ઈન્ડિયન પ્રિમીયર લીગ (આઈપીએલ)ની શરૂઆત થઈ ચૂકી છે પરંતુ તેના પહેલાં જ એક પછી એક કરીને અનેક ટીમને મોટા ઝટકા લાગ્યા છે. અમુક ખેલાડી ઈજાને કારણે તો અમુક વ્યક્તિગત કારણોથી
આઉટ’ થઈ જવા પામ્યા છે. આઈપીએલની આ સીઝનમાં અત્યાર સુધી મોહમ્મદ શમી, માર્ક વુડ, જેસન રોય, હૈરી બ્રુક સહિતના ૧૩ ખેલાડીઓ કોઈને કોઈ કારણથી બહાર થઈ ગયા છે.
બહાર થનારા ખેલાડીઓની યાદીમાં રાજસ્થાન રોયલ્સ વતી રમતો ઓસ્ટે્રલિયન લેગ સ્પીનર એડમ ઝેમ્પાનું નામ પણ ઉમેરાઈ ગયું છે. તેના સ્થાને તનુષ કોટિયાનને ટીમમાં સામેલ કરાયો છે. આ જ રીતે ચેન્નાઈની ટીમમાં `બેબી મલિંગા’ના નામથી જાણીતા મથીશા પથિરાના પણ બહાર થઈ ગયો છે. ગુજરાત ટાઈટન્સમાંથી રૉબિન મિન્ઝ બહાર થઈ જતાં તેની જગ્યાએ બી.શરત સામેલ થયો છે. મિન્ઝને આઈપીએલ પહેલાં જ અકસ્માત નડ્યો હતો. આ ઉપરાંત મુંબઈ ઈન્ડિયન્સ વતી સંભવત: ડેબ્યુ કરનારો દિલશાન મદુશંકા પણ ટૂર્નામેન્ટમાં રમશે નહીં. તે ઈજાને કારણે બહાર થયો છે.
ચેન્નાઈને સૌથી મોટો ઝટકો ઓપનિંગ બેટર ડેવોન કૉન્વેના રૂપમાં લાગ્યો છે જેને અંગૂઠામાં ઈજા થતાં મે સુધી રમી શકશે નહીં. કોલકત્તા વતી રમનારા ઈંગ્લેન્ડના જેસન રોય અને ગસ એટક્નિસને પણ પોતાનું નામ પરત લઈ લીધું છે તો સૂર્ય કુમાર યાદવના રૂપમાં મુંબઈ ઈન્ડિયન્સને ઝટકો લાગી શકે છે કેમ કે તેણે હર્નિયાની સર્જરી કરાવી હોય પ્રારંભીક મેચોમાં અથવા તો આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થાય તેવી શક્યતા છે.
ઈજાને કારણે બહાર થનારા ખેલાડી
ડેવોન કોન્વે (ચેન્નાઈ), મથીશા પથિરાના (ચેન્નાઈ), પ્રસિદ્ધ કૃષ્ણા (રાજસ્થાન), મોહમ્મદ શમી (ગુજરાત), દિલશાન મદુશંકા (મુંબઈ), જેસન બેહરનડૉર્ફ (મુંબઈ), રોબિન મિન્ઝ (ગુજરાત)
વ્યક્તિગત કારણોથી બહાર થનારા ખેલાડી
હૈરી બ્રુક (દિલ્હી), જેસન રોય (કોલકત્તા), એડમ ઝેમ્પા (રાજસ્થાન)
બોક્સ
વર્કલોડ મેનેજમેન્ટને કારણે બહાર થયેલા ખેલાડી
ગટ એટક્નિસન (કોલકત્તા), માર્ક વૂડ (લખનૌ સુપરજાયન્ટસ)