IPLમાં હવે એક જ પ્લેયર રિટેન થઈ શકશે ?
૧૬ એપ્રિલે બીસીસીઆઈ અને આઈપીએલ ફ્રેન્ચાઈઝી માલિકો વચ્ચે મળનારી મિટિંગને રદ્દ કરવામાં આવી છે. આ મિટિંગમાં પ્લેયર રિટેન્શન અને પર્સ મનીને વધારવા અંગે ચર્ચા થવાની હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આઈપીએલમાં ૮ ખેલાડીઓને રિટેન કરવાનો નિયમ લાવવામાં આવી શકે છે પરંતુ અમુક ટીમ માલિકો આ નિયમની વિરુદ્ધમાં છે. ટીમના માલિકોનું કહેવું છે કે માત્ર એક ખેલાડીને રિટેન કરવામાં આવે અને બાકીના ૭ને રાઈટ ટુ મેચ ઓપ્શનમાં રાખવામાં આવે જેના કારણે ખેલાડીઓની માર્કેટ વેલ્યુ અને પારદર્શક્તા યથાવત રહેશે. દરમિયાન રાઈટ ટુ મેચ ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે. આ વિકલ્પથી ટીમ માલિકે પોતાના જ ખેલાડીને ખરીદવા માટે વધુ પૈસા ચૂકવવા પડી શકે છે. વધુ બોલી લાગવાને કારણે એવું પણ બની શકે કે ફ્રેન્ચાઈઝી એ ખેલાહીને ખરીદી પણ ન શકે !