IPLમાં ફેંકાઈ રહ્યા છે એક પછી એક `ફાસ્ટેસ્ટ બોલ’
મુંબઈ ઈન્ડિયન્સનો ફાસ્ટ બોલર ગેરાલ્ડ કોએત્ઝી ભલે અત્યાર સુધી આઈપીએલની સીઝનમાં સફળ રહ્યો ન હોય પરંતુ તેણે રાજસ્થાન સામે સીઝનનો સૌથી ઝડપી દડો ફેંક્યો હતો. આ આફ્રિકી પેસરે ૧૫૭.૪ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દડો ફેંકીને ભારતના યુવા બોલર મયંક યાદવને પાછળ છોડી દીધો છે. મયંક બે દિવસ પહેલાં લખનૌ વતી રમતાં પંજાબ સામે ડેબ્યુ કર્યું હતું. તેણે ૧૫૫.૮ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દડો ફેંક્યો હતો જે જોઈને પંજાબનો કેપ્ટન શિખર ધવન પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. તેના શાનદાર મીડલ ઓવર સ્પેલમાં ઓછામાં ઓછા નવ દડા ૧૫૦થી વધુની સ્પીડના હતા. એ મેચમાં મયંકે ૨૭ રન આપીને ત્રણ વિકેટ ખેડવી હતી.
આ સીઝનની સૌથી ફાસ્ટ બોલિંગ
સ્પીડ ખેલાડી મેચ
૧૫૭.૪ કિ.મી. ગેરાલ્ડ કોએત્ઝે મુંબઈ-રાજસ્થાન
૧૫૫.૮ કિ.મી. મયંક યાદવ લખનૌ-પંજાબ
૧૫૩.૯ કિ.મી. મયંક યાદવ લખનૌ-પંજાબ
૧૫૩.૪ કિ.મી. મયંક યાદવ લખનૌ-પંજાબ
૧૫૩ કિ.મી. નાંદરે બર્ગર રાજસ્થાન-દિલ્હી
૧૫૨.૩ કિ.મી. ગેરાલ્ડ કોએત્ઝે મુંબઈ-હૈદરાબાદ
૧૫૧.૨ કિ.મી. અલ્ઝારી જોસેફ બેંગ્લોર-કોલકત્તા
૧૫૦.૯ કિ.મી. મથીશા પથિરાના ચેન્નાઈ-ગુજરાત