IPLમાં પહેલીવાર ધોની-રોહિત-કોહલી કેપ્ટન નહીં હોય
મહેન્દ્ર સિંહ ધોનીની સાથે જ ભારતીય ક્રિકેટના બે દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ આ આઈપીએલમાં કેપ્ટન નહીં હોય. કોહલીએ ૨૦૨૧ની સીઝનમાં જાહેરાત કરી દીધી હતી કે તે હવે કેપ્ટનશિપ નહીં કરે. જ્યારે રોહિત શર્માને થોડા સમય પહેલાં જ હટાવીને મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો છે. આ સાથે જ પહેલી વખત એવું બનશે જ્યારે આ ત્રણેયમાંથી એકેય કેપ્ટન તરીકેની ભૂમિકા ભજવતાં ગ્રાઉન્ડ પર જોવા મળશે નહીં. આ ત્રણેય ખેલાડીને પોતાની ટીમની કમાન સંભાળવાનો લાંબો અનુભવ છે પરંતુ આ વર્ષની સીઝનમાં ત્રણેય પહેલી વખત એક ખેલાડી તરીકે રમતાં જોવા મળશે ત્યારે તેમનું પ્રદર્શન કેવું રહે છે તે જોવું ક્રિકેટરસિકો માટે રસપ્રદ બની રહેશે.