IPLની એકમાત્ર ટીમ જેમાં સાઉથ આફ્રિકા-વિન્ડિઝ-ઑસ્ટે્રલિયાનો એકેય ખેલાડી નથી !
પાંચ વખત ટીમ બની છે ચેમ્પિયન
આઈપીએલમાં પાંચ વખત ચેમ્પિયન બનનારી ટીમમાં ઓસ્ટે્રલિયા, આફ્રિકા, વિન્ડિઝ કે અપઘાનનો એક પણ ખેલાડી નથી ! ઓસ્ટે્રલિયા સહિત આ ચારેય ટીમમાં ટી-૨૦ ક્રિકેટના સ્પેશ્યલ ખેલાડીઓ છે આમ છતાં આઈપીએલની સૌથી લોકપ્રિય ટીમ ચેન્નાઈ સુપરકિંગ્સમાં આ દેશનો એકેય ખેલાડી નથી.
ચેન્નાઈ સુપરકિંગ્સમાં વિદેશી ખેલાડીઓમાં સૌથી વધુ ખેલાડી એ ટીમના છે જેને ક્રિકેટ જગતમાં અન્ડર ડોગ નામથી ઓળખવામાં આવે છે. આ ટીમ છે ન્યુઝીલેન્ડ. ચેન્નાઈ ટીમમાં કુલ ૮ વિદેશી ખેલાડી છે જે ન્યુઝીલેન્ડના છે. આ ખેલાડીઓમાં ડેવોન કોનવે, રચિન રવીન્દ્ર, ડેરિલ મીચેલ, મીચેલ સેન્ટનર સામેલ છે. આ ઉપરાંત બાકી ચાર વિદેશી ક્રિકેટર શ્રીલંકા, બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડના છે. સીએસકેની ટીમમાં ન્યુઝીલેન્ડ બાદ સૌથી વધુ બે ખેલાડી શ્રીલંકાના છે જેમાં મથીશા પથીરાના અને મહેશ તીક્ષણા છે પરંતુ પથીરાના ટૂર્નામેન્ટ રમશે નહીં. આ રીતે ઈંગ્લેન્ડનો મોઈન અલી અને બાંગ્લાદેશનો મુસ્તફિઝુર રહમાન પણ ચેન્નાઈ સુપરકિંગ્સમાં સામેલ છે.
બીજી બાજુ આઈપીએલની બાકી નવ ટીમોમાં ઓસ્ટે્રલિયા, આફ્રિકા, વિન્ડિઝ અને અફઘાન ટીમના ખેલાડીઓ સામેલ છે. હૈદરાબાદ ટીમનો તો કેપ્ટન જ ઓસ્ટે્રલિયાનો પેટ કમીન્સ છે.