આજથી ભારતનું ‘મીશન વર્લ્ડકપ’
ઑસ્ટે્રલિયા સામે પ્રથમ મુકાબલો: ગીલની જગ્યાએ ઈશાન રોહિત સાથે કરી શકે ઓપનિંગ: ૧૦ ખેલાડી
ફાઈનલ’, ૧ માટે અશ્વિન-શાર્દૂલ વચ્ચે ટક્કર
વર્લ્ડકપમાં ભારતીય ટીમ ઑસ્ટે્રલિયા સામે આજથી પોતાના અભિયાનનો પ્રારંભ કરશે. ચેન્નાઈના ચૅપોક મેદાન ઉપર બપોરે ૨ વાગ્યાથી આ મુકાબલો શરૂ થશે. પાછલા વર્લ્ડકપમાં બન્ને ટીમની સફર સેમિફાઈનલમાં સુધી જ સીમિત રહી હતી. ભારતીય ટીમના મુખ્ય બેટર શુભમન ગીલને ડેંગ્યુ થયો છે એટલા માટે તેની રમવાની શક્યતા ન બરાબર છે. ગીલને ગઈકાલે ડ્રિપ ચડાવાઈ હતી. આવામાં ગીલની જગ્યાએ રોહિતની સાથે ઈશાન કિશન ઈનિંગની શરૂઆત કરી શકે છે. આ ઉપરાંત બેટિંગમાં ત્રીજા ક્રમે વિરાટ કોહલી, ચોથા ક્રમે શ્રેયસ અય્યર અને પાંચમા ક્રમે કે.એલ.રાહુલ ઉતરી શકે છે.
ભારતીય ટીમ બે મુખ્ય બોલર જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સીરાજ સાથે ઉતરશે. જ્યારે કુલદીપ યાદવ મુખ્ય સ્પીનર હશે. હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજા ઑલરાઉન્ડરની ભૂમિકા ભજવશે. આ પછી બાકી બચેલી એક જગ્યાએ શાર્દૂલ ઠાકુર અને આર.અશ્વિન દાવેદાર છે. ચેન્નાઈની ધીમી અને સ્પીનરને મદદગાર પીચને ધ્યાનમાં રાખી અશ્વિનનો દાવો મજબૂત દેખાઈ રહ્યો છે.
સંભવિત પ્લેઈંગ ઈલેવન ભારત
રોહિત શર્મા, ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કે.એલ.રાહુલ, હાર્દિક પંડ્યા, આર.અશ્વિન, કુલદીપ યાદવ, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ સીરાજ, જસપ્રીત બુમરાહ સંભવિત પ્લેઈંગ ઈલેવન ઑસ્ટે્રલિયા પેટ કમીન્સ, ડેવિડ વૉર્નર, મીચેલ માર્શ, સ્ટિવ સ્મિથ, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનિસ, એલેક્સ કેરી, મીચેલ સ્ટાર્ક, જોશ હેઝલવૂડ, એડમ ઝેમ્પા