ભારતીય પુરૂષ હોકી ટીમે એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યો
ભારતીય પુરુષ હોકી ટીમે હાંગઝોઉ એશિયન ગેમ્સમાં ઈતિહાસ રચ્યો છે. ફાઈનલ મેચમાં ભારતે 2018ના ગોલ્ડ મેડલ વિજેતા જાપાનને 4-0થી હરાવ્યું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ નવ વર્ષ બાદ આ ગેમ્સમાં હોકીમાં ગોલ્ડ મેડલ (Gold Medal) જીત્યો છે. છેલ્લી વખત એશિયન ગેમ્સમાં ભારતે 2014ની ઇંચિયોન એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યો હતો.
2023 અને 2014 પહેલા ભારતીય પુરુષ હોકી ટીમે 1966 અને 1998 એશિયન ગેમ્સમાં પણ ગોલ્ડ જીત્યો હતો. ચાર સુવર્ણ ઉપરાંત ટીમ ઈન્ડિયાએ 1958, 1962, 1970, 1974, 1978, 1982, 1990, 1994, 2002 એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે 1986, 2010 અને 2018 એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.