ICCની ટીમ ઑફ ધ ટૂર્નામેન્ટ’માં રોહિત કેપ્ટન, કોહલીની બાદબાકી !
ભારતના છ ખેલાડીઓને ટીમમાં સ્થાન
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલે ટી-૨૦ વર્લ્ડકપ-૨૦૨૪ માટે પોતાની
ટીમ ઑફ ધ ટૂર્નામેન્ટ’ પસંદ કરી છે. આ ટીમમાં ભારતના છ ખેલાડીઓને જગ્યા અપાઈ છે. જ્યારે આફ્રિકી ટીમનો એક પણ ખેલાડી પ્લેઈંગ ઈલેવનમાં સામેલ નથી. આ ટીમના કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી કરાઈ છે. આશ્ચર્યની વાત એ છે કે ટીમમાં કોહલીને પસંદ કરાયો નથી !
રોહિતે વર્લ્ડકપમાં ૧૫૬ના સ્ટ્રાઈક રેટથી ૨૫૭ રન બનાવ્યા હતા અને તેનું શાનદાર પ્રદર્શન જ ભારતના ટી-૨૦ વર્લ્ડકપના ત્રીજા ફાઈનલમાં પહોંચવાનું કારણ હતું. રોહિત સાથે અફઘાનના ઓપનિંગ બેટર રહમાનુલ્લાહ ગુરબાઝને આઈસીસીએ પ્લેઈંગ ઈલેવનમાં
સામેલ કર્યો છે.
સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહને પણ ટીમમાં જગ્યા મળી છે. આ સિવાય અફઘાનનો કેપ્ટન રાશિદ ખાન પણ ટીમમાં સમાવિષ્ટ છે.