ચાલુ મેચમાં વિરાટ સુધી ધસી આવેલ યુવક પર ખાલિસ્તાની આતંકી ગુરુ પન્નુ કેવી રીતે થયો મહેરબાન ? જુઓ
ભારત અને ઔસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદમાં વર્લ્ડકપના રમાયેલા ફાઇનલ મેચમાં પેલેસ્ટાઇનનો ટેકેદાર યુવક વિરાટ કોહલી સુધી ક્રિઝ પાસે પહોંચી ગયો હતો અને તેણે ફરી પેલેસ્ટાઇન લખેલું ટીશર્ટ પહેર્યું હતું ત્યારે આ મુદ્દે એક નવો વળાંક આવ્યો છે. યુવકની પૂછપરછ થઈ રહી છે અને તેની વચ્ચે ખાલિસ્તાની આતંકી ગુરુ પન્નુ લખણ ઝળકાવી ગયો છે.
પન્નુએ આ યુવક માટે રૂપિયા 8 લાખના ઇનામની જાહેરાત કરીને ફરી ચર્ચા જગાવી છે. આ યુવક સાથે અને પેલેસ્ટાઇનના મુદ્દા સાથે પન્નુનું શું કનેક્શન છે તેવા સવાલ ઊભા થયા છે. યુવકે પેલેસ્ટાઇનનો ઝબડો લહેરાવવાની કોશિશ પણ કરી હતી. તેણે સુરક્ષા તોડી હતી અને આ મુદ્દા પર ચર્ચા શરૂ થઈ ગઈ હતી.
યુવકનો એક વિડિયો પણ જારી થયો હતો જેમાં તેને એમ કહેતો બટાવાયો હતો કે હું જોન્સન છું, આઉસટ્રેલિયામાં રહું છું, હું પેલેસ્ટાઇનને ટેકો આપું છું. ગાઝામાં બૉંબમારો રોકવાની અપીલ કરતું ટીશર્ટ તેણે પહેર્યું હતું.