હોકી ટીમનું ભારતમાં ‘ગ્રાન્ડ વેલકમ’
ભારતીય હૉકી ટીમે પેરિસ ઓલિમ્પિક-૨૦૨૪માં સ્પેનને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હૉકી ટીમ ઈન્ડિયાનું ભારત પહોંચ્યા બાદ ધમાકેદાર અંદાજમાં સ્વાગત થયું હતું. એરપોર્ટ પર જ ઢોલ-નગારા સાથે ખેલાડીઓને આવકારવામાં આવ્યા હતા સાથે સાથે મોટી સંખ્યામાં લોકો હાજર પણ રહ્યા હતા.
આ સાથે જ ખેલાડીઓનું ફ્લાઈટમાં પણ ગ્રાન્ડ વેલકમ કરાયું હતું. હૉકી ટીમ ઈન્ડિયાએ આ અંગેનો એક વીડિયો પણ શેયર કર્યો છે. હરમનપ્રીત સિંહની આગેવાનીવાળી ભારતીય ટીમે બ્રોન્ઝ મેડલ મેચમાં સ્પેનને ૨-૧થી હરાવ્યું હતું. આ મેચમાં હરમનપ્રીતે ભારત માટે બે ગોલ કર્યા હતા. જ્યારે ગોલકિપર પી.શ્રીજેશે પણ જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.