Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

આજથી ‘ગાબા’માં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રતિષ્ઠા બચાવવા જંગ

Fri, December 13 2024

ઑસ્ટ્રેલિયાએ ગાબા ટેસ્ટ માટે પ્લેઈંગ 11 કરી જાહેર, જોશ હેઝલવુડનો ટીમમાં સમાવેશ

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચોની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25 ની ત્રીજી મેચ 14 ડિસેમ્બરથી બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમમાં રમાશે. ભારતે પ્રથમ મેચ 295 રનથી જીતી હતી, જ્યારે યજમાન ટીમે બીજી મેચ 10 વિકેટથી જીતીને શ્રેણી 1-1 થી બરાબર કરી હતી. હવે તમામ ચાહકોની નજર ત્રીજી ટેસ્ટ મેચ પર છે, જેના વિશે યજમાન ઑસ્ટ્રેલિયાએ તેની પ્લેઇંગ 11ની જાહેરાત કરી છે, જેમાં એડિલેડ ટેસ્ટ મેચમાં જીત છતાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જેની પુષ્ટિ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે પોતે મેચના એક દિવસ પહેલા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી.

ઑસ્ટ્રેલિયાના સુકાની પેટ કમિન્સે કહ્યું કે ગત મેચ માટે સંપૂર્ણ રીતે ફિટ ન રહેલા ઝડપી બોલર જોશ હેઝલવુડને આ ટેસ્ટ મેચ માટે ફિટ કરી દેવામાં આવ્યો છે અને તે સ્કોટ બોલાન્ડની જગ્યા લેશે. હેઝલવુડ સાઇડ સ્ટ્રેઇનને કારણે એડિલેડમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો હતો. બોલાન્ડની વાત કરીએ તો તેણે એડિલેડ ટેસ્ટ મેચમાં ખૂબ જ સારી બોલિંગ કરી હતી, જેમાં તે 5 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. હેઝલવુડે બ્રિસ્બેન ટેસ્ટ મેચ માટે પ્લેઇંગ 11માં સામેલ થતાં પહેલાં ફિટનેસ ટેસ્ટ પણ કરાવ્યો હતો, જેમાં તે પાસ થયો હતો.

જોશ હેઝલવુડની બ્રિસ્બેન ટેસ્ટ મેચ માટે પ્લેઇંગ 11માં વાપસી પાછળનું સૌથી મોટું કારણ ભારતીય ટીમ સામે તેનો શાનદાર રેકોર્ડ પણ છે, જેમાં તેણે અત્યાર સુધીમાં 16 ટેસ્ટ મેચમાં 25.55 ની એવરેજથી 56 વિકેટ ઝડપી છે, જેમાં તેણે ચાર વખત એક ઇનિંગમાં 5 વિકેટ પણ લીધી છે. હેઝલવુડ સિવાય, ઑસ્ટ્રેલિયાના પ્લેઇંગ 11માં અન્ય કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જે સ્પષ્ટ કરે છે કે તેઓ ત્રણ મુખ્ય ઝડપી બોલરો અને એક સ્પિનરને મેદાનમાં ઉતારશે.

ઑસ્ટ્રેલિયા પ્લેઇંગ 11: ઉસ્માન ખ્વાજા, નાથન મેકસ્વિની, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, એલેક્સ કેરી, પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન, જોશ હેઝલવુડ

સચિન બાદ કોહલી પૂરી કરશે આ અનોખી સદી

મેદાનમાં ઉતરતાની સાથે જ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લેશે

સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી આ મેચમાં મેદાનમાં ઉતરતાની સાથે જ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લેશે. ઓસ્ટ્રેલિયા સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કિંગ કોહલીની આ 100મી મેચ હશે. તે કાંગારૂઓ સામે 100 ટેસ્ટ મેચ રમનાર વિશ્વનો માત્ર બીજો ખેલાડી બની જશે. કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે અત્યાર સુધીમાં 27 ટેસ્ટ, 49 વનડે અને 23 T-20 મેચ રમી છે, અત્યાર સુધી રમાયેલી આ 99 મેચોમાં તેણે 50.24ની શાનદાર એવરેજથી 5326 રન બનાવ્યા છે.

ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ મેચ રમવાનો વર્લ્ડ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. સચિન તેંડુલકરે કાંગારૂઓ સામે કુલ 110 મેચ રમી છે જેમાં તેણે 49.68ની શાનદાર એવરેજથી 6707 રન બનાવ્યા છે.

ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ મેચ રમનાર ખેલાડીઓ

સચિન તેંડુલકર- 110
વિરાટ કોહલી- 99*
ડેસમન્ડ હેન્સ – 97
એમએસ ધોની- 91
વિવ રિચાર્ડસ- 88

Share Article

Other Articles

Previous

પુષ્પા-2 ફેમ અલ્લુ અર્જુનની મુશ્કેલી વધી !! 14 દિવસ માટે જેલમાં મોકલાયો, મૃતકનો પતિ કેસ પરત લેવા તૈયાર

Next

હું ખેડૂતોનો દિકરો છુ, ઝૂકીશ નહી : રાજ્યસભામાં તાડૂક્યા ધનખડ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
17 કલાક પહેલા
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
1 દિવસ પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
1 દિવસ પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

હિસ્ટ્રિશીટર હાર્દિકસિંહ જાડેજાને SMCએ સુરત પોલીસને સોંપ્યો : રાજકોટ પોલીસને થોડું છેટું રહી ગયુ ને હાથમાંથી કબજો ગયો
ક્રાઇમ
8 મહિના પહેલા
અટલ સરોવરે રાજકોટને કર્યું ઘેલું: બે દિ’માં ૧૫,૦૦૦થી વધુ ઉમટ્યા
રાજકોટ
2 વર્ષ પહેલા
પાકિસ્તાની આતંકી જૂથ દ્વારા દેશના 75 સૈનિકો સુધી જાસુસીની જાળ, ગુપ્તચર એજન્સીઓ દ્વારા મોટા નેટવર્ક પરથી પડદો ઉચકાયો
બ્રેકિંગ ન્યૂઝ
6 મહિના પહેલા
આજનું રાશિફળ : આ રાશિના જાતકોની ખાસ વ્યક્તિ સાથે થશે મુલાકાત
ધાર્મિક
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર