ટી-20, ટી-10 ભૂલી જાઓ, 7 વર્ષ બાદ રમાશે પાંચ ઓવરની મેચ !!
- બેટર ૩૧ રન બનાવે એટલે ગ્રાઉન્ડ છોડી દેવાનું, છની જગ્યાએ આઠ ઓવરની મેચ
ટી-૨૦, ટી-૧૦ પહેલાં હોંગકોંગમાં એક એવી ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન થતું હતું જે ભારે ચર્ચામાં રહી હતી. વર્ષ ૧૯૯૨માં આ ટૂર્નામેન્ટ પહેલી વખત રમાઈ હતી જેમાં એક્ટિવ અને નિવૃત્ત ખેલાડીઓ રમતા હતા. આ ટૂર્નામેન્ટ ૨૦૧૭ સુધી રમાઈ હતી ત્યારબાદ બંધ થઈ હતી. સાત વર્ષના લાંબા અંતરાલ બાદ ફરીથી આ ટૂર્નામેન્ટનું આયોજન હોંગકોંગમાં થવાનું છે. ભારતીય ટીમે ૨૦૦૫માં ટૂર્નામેન્ટને પોતાના નામે કરી હતી જ્યારે પાકિસ્તાન, ઈંગ્લેન્ડ, આફ્રિકા આ ટૂર્નામેન્ટની સૌથી સફળ ટીમ છે. શ્રીલંકા, ઑસ્ટે્રલિયા અને વિન્ડિઝ પણ આ ટૂર્નામેન્ટ જીતી ચૂક્યા છે. આ વખતે ટૂર્નામેન્ટમાં કુલ ૧૨ ટીમ ભાગ લેશે જે ૧થી ૩ નવેમ્બર સુધી ચાલશે.
એક ટીમમાં છ ખેલાડી હશે. એક ટીમ પાંચ ઓવર ફેંકશે જેમાં છની જગ્યાએ એક ઓવરમાં આઠ બોલ ફેંકાશે. વિકેટકિપર સિવાય તમામ ખેલાડી બોલિંગ કરી શકે છે. વાઈડ અને નો-બોલ ફેંકવા પર બે રનની પેનલ્ટી લાગે છે. જો પાંચ ઓવર પૂરી થાય તે પહેલાં જ પાંચેય ખેલાડી આઉટ થઈ જાય છે તો નોન સ્ટ્રાઈક પર રહેલો બેટર એકલો બેટિંગ કરશે !
આ ટૂર્નામેન્ટમાં બેટર જેવા ૩૧ રન બનાવશે કે તેણે ક્રિઝ છોડી દેવી પડશે. જો તમામ બેટર આઉટ થઈને અથવા તો રિટાયર્ડ થઈને ચાલ્યા જાય છે તો ૩૧ રન બનાવનારો બેટર ફરીથી રમી શકશે. આ મેચમાં ભારતનો પ્રથમ મુકાબલો પાકિસ્તાન સામે થવાનો છે જે ૧ નવેમ્બરે રમાશે. આ મેચ સવારે ૧૧:૩૦ વાગ્યાથી શરૂ થશે.
- ભારતીય ટીમ
રોબિન ઉથપ્પા (કેપ્ટન), કેદાર જાધવ, મનોજ તિવારી, સ્ટુઅર્ટ બિન્ની, શ્રીવત્સ ગોસ્વામી, ભરત ચિપલી, શાહબાઝ નદીમ
