સ્કોટલેન્ડ સામે ઑસ્ટે્રલિયાના ઈંગ્લીસની ૪૩ બોલમાં સદી
યૂરોપ પ્રવાસે પહોંચેલી ઑસ્ટે્રલિયન ટીમ એકદમ રંગમાં છે. સ્કોટલેન્ડ સામે શ્રેણીમાં ઑસ્ટે્રલિયાના બેટર `બેઝબોલ’નો અસલ રંગ બતાવી રહ્યા છે. પહેલી ટી-૨૦ મેચમાં ટે્રવિસ હેડ અને મીચેલ માશર્ષ તોફાની ઈનિંગ રમી તો બીજી ટી-૨૦માં જોશ ઈંગ્લીસે શાનદાર સદી બનાવી હતી.
આ સદીની મદદથી સ્કોટલેન્ડ સામે ૭૦ રને ટીમે જીત મેળવી હતી. ઈંગ્લીસે માત્ર ૪૩ બોલમાં સદી પૂર્ણ કરી હતી. આ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં કોઈ પણ ઑસ્ટે્રલિયન બેટરની સૌથી ઝડપી સદી છે. ઑસ્ટે્રલિયા માટે અગાઉ સૌથી ઝડપી ટી-૨૦ સદીનો રેકોર્ડ જોશ ઈંગ્લીશ સહિત ત્રણ બેટરના નામે હતો. ઈંગ્લીસ, એરોન ફિન્ચ અને મેક્સવેલે ૪૭-૪૭ બોલમાં આ કારનામું કર્યું હતું.