વર્લ્ડકપના પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડ સામે ઇંગ્લેન્ડનો 9 વિકેટથી પરાજય
કોનવે અને રચીને સદીઓ ફટકારી, અમદાવાદમાં ક્રિકેટપ્રેમીઓએ મજા લૂટી
ક્રિકેટના મહાકૂંભ ગણાતા ક્રિકેટના વર્લ્ડ કપનો પ્રારંભ થઈ ગયો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પહેલી મેચ રમાઈ હતી. પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડને 9 વિકેટથી હરાવીને વર્લ્ડ કપની પહેલી મેચ જીતી લીધી હતી. ડાબોડી બેટ્સમેન કોનવેએ 83 બોલમાં 13 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી સદી પુરી કરી હતી તો રચિન રવિચંદ્રને 96 બોલમાં 123 ફટકાર્યાં હતા.
ડેવોન કોનવેએ વર્લ્ડ કપની પહેલી સદી ફટકારી
તેણે ઇંગ્લેન્ડના બંને પેસરો અને સ્પિનરોની ધોલાઈ કરી હતી. ડાબોડી બેટ્સમેન કોનવેએ 83 બોલમાં 13 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી સદી પુરી કરી હતી, જે તેની વન ડે ઈન્ટરનેશનલ કારકિર્દીની પાંચમી સદી હતી. આ સાથે જ આ તેમનો પહેલો વર્લ્ડ કપ છે અને તેણે પહેલી જ મેચમાં સદી ફટકારી છે. કોનવે લાંબા સમયથી કિવી ટીમ માટે સતત રન બનાવી રહ્યો છે. તે દરેક ફોર્મેટમાં ટીમ સાથે સતત રમી રહ્યો છે અને દરેક ફોર્મેટમાં રન બનાવી રહ્યો છે. ખાસ વાત એ છે કે કેન વિલિયમસન આ મેચમાં નથી રમી રહ્યો, તેથી જવાબદારી તેના પર હતી કે તે ટીમને આગળ વધારે. તેમને 3 નંબર પર ઉતરેલા રચિન રવિન્દ્રએ સાથ આપ્યો હતો. તેઓ સદી ફટકારવાની પણ નજીક પહોંચી ગયા છે.
પહેલા બેટિંગ માટે ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે 9 વિકેટમાં 282 રન કર્યાં હતા. જો રૂટે 86 બોલમાં સૌથી વધુ 77 રનની ઇનિંગ રમી હતી. જ્યારે કેપ્ટન જોસ બટલરે 43 રન અને જોની બેયરસ્ટોએ 33 રન બનાવ્યા હતા.
ન્યુઝીલેન્ડ તરફથી ફાસ્ટ બોલર મેટ હેનરીએ સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. જ્યારે મિશેલ સેન્ટનર અને ગ્લેન ફિલિપ્સને 2-2 સફળતા મળી હતી. કેન વિલિયમસન આ મેચમાં નથી રમી રહ્યો. વિલિયમસનની ગેરહાજરીમાં વિકેટકીપર બેટ્સમેન ટોમ લાથમ ન્યુઝીલેન્ડની કેપ્ટનશીપ કરી રહ્યો છે.