ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટકી રહેવા આજે ઈંગ્લેન્ડ-અફઘાન ટકરાશે
ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે બપોરે ૨:૩૦ વાગ્યાથી લહોરના મેદાન ઉપર ઈંગ્લેન્ડ-અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો થશે. બન્ને ટીમ પોતાની પહેલી મેચ હારી ગઈ હોવાથી આજની મેચ જીતવી જરૂરી બની રહેશે કેમ કે હારનારી ટીમ લગભગ બહાર થઈ જશે.
ઈંગ્લેન્ડે ઑસ્ટે્રલિયા સામે ૩૫૧ રન બનાવ્યા છતાં હાર્યું હતું જ્યારે અફઘાનને આફ્રિકાએ આસાનીથી પરાજિત કર્યું હતું. મેચ પહેલાં જ ઈંગ્લેન્ડને ઝટકો લાગ્યો છે અને તેનો ફાસ્ટ બોલર બ્રાયડર્ન કાર્સ ઈજાને કારણે બહાર થઈ ગયો છે.
ખાસ કરીને ઈંગ્લેન્ડે તેની બોલિંગને વેધક બનાવવાની જરૂર રહેશે અન્યથા અફઘાની ખેલાડીઓ અપસેટ સર્જતાં બિલકુલ વાર નહીં લગાડે.