બુમરાહનું CTમાં રમવું શંકાસ્પદ: પાંચ બોલરો રેસમાં
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં ટીમ ઈન્ડિયા સામે મોટો પડકાર આવ્યો છે. ટીમનો સ્ટાર બોલર બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમશે કે નહીં તેને લઈને પ્રશ્નાર્થ મુકાઈ ગયો છે. બુમરાહ એનસીએમાં સ્કેન માટે ગયો છે અને ત્યાં તેની ફિટનેસ અંગે નિર્ણય લેવાશે. હવે બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીમાં નહીં રમે તો તેની જગ્યા લેવા માટે પાંચ બોલરો રેસમાં છે. આ માટે સૌથી પહેલું નામ મોહમ્મદ સીરાજનું છે. ત્યારબાદ હર્ષિત રાણા, પ્રસિદ્ધ કૃષ્ણા, મુકેશ કુમાર અને આવેશ ખાન છે જે બુમરાહ નહીં રમે તો તેના સ્થાને ટીમ ઈન્ડિયામાં જગ્યા મેળવી શકે છે.