મા પહેલાં: અમદાવાદમાં સૌથી પહેલાં મમ્મીના આશીર્વાદ લેતો બુમરાહ
ઘણા લાંબા બાદ આખરે માતા સાથે થયું મીલન: અમદાવાદમાં પહેલી વખત વન-ડે મેચ રમશે બુમરાહ
આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ભારત-પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપનો મુકાબલો થવાનો છે તેના માટે બન્ને ટીમો આવી પહોંચી છે. અમદાવાદ ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનું હોમટાઉન છે એટલા માટે બુમરાહ અમદાવાદ આવીને સૌથી પહેલાં તેના માતાને મળ્યો હતો. બુમરાહે અમદાવાદ આવતાં પહેલાં કહ્યું હતું કે તે લાંબા સમયથી મમ્મીને મળ્યો નથી એટલા માટે સૌથી પહેલાં તેણે અમદાવાદમાં મમ્મીની મુલાકાત લીધી હતી.
બુમરાહે કહ્યું કે મમ્મીને જોઈને એકદમ ખુશી મળી છે કેમ કે મમ્મી મારા માટે સૌથી પહેલાં છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર બુમરાહની પહેલી વન-ડે મેચ હશે. આ અંગે તેણે કહ્યું કે મુકાબલો ઘણો જ રોમાંચક બની રહેશે. મેં મોદી સ્ટેડિયમ પર માત્ર એક ટેસ્ટ રમી છે. મને ભરોસો છે કે અહીં આખું સ્ટેડિયમ ભરચક્ક થઈ જશે જે દૃશ્ય જોવાલાયક રહેશે. પાકિસ્તાની બેટરો અંગે બુમરાહે કહ્યું કે દરેક ટીમમાં બેટરો અને બોલરો છે જ. અમારી પાસે પણ બેટરો અને બોલરો છે. અમે પાકિસ્તાન માટે કોઈ ખાસ તૈયારી નથી કરી પરંતુ કોઈ ટીમને હળવાશથી લઈ રહ્યા પણ નથી અને માત્ર અમારી તાકાત ઉપર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છીએ.