ભારતીય ખેલાડી હોવું સહેલું નથી: રોહિત શર્મા
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા ઉપર આ વખતે ભારતીય ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવવાની જવાબદારી છે. પાછલા દશકાથી ભારતીય ટીમ આઈસીસી ટ્રોફી જીતી શકતી નથી ત્યારે વર્લ્ડકપ અંગે રોહિત શર્માએ કહ્યું કે ભારતીય ખેલાડી હોવું જરા પણ સહેલું નથી કેમ કે ચાહકોની આશા ખેલાડી પણ દબાણ લાવી દે છે. આ સાથે જ તેણે ક્યું કે તેની ટીમ વિજેતાઓથી ભરપૂર છે જે દબાણની સ્થિતિઓમાંથી કેવી રીતે બહાર આવવું તે બરાબર જાણે છે.
રોહિતે કહ્યું કે અમે ભારતીય ક્રિકેટર છીએ. અમારે દબાણયુક્ત સ્થિતિમાંથી પસાર થવું પડતું હોય છે. હું આ ટીમમાં માનસિક રીતે મજબૂત હોય તેવા અનેક ખેલાડીઓને જોઈ રહ્યો છું જેઓ પોતાના કરિયરના ખરાબ તબક્કામાંથી પસાર થાય છે. આમાંથી એક પણ ખેલાડીને સરળતાથી કશું મળ્યું નથી. આજે તેમણે જે પણ હાંસલ કર્યું છે કે પોતાની મહેનતથી હાંસલ કર્યું છે. અનુભવ ઘણું બધું શીખવે છે અને વધુમાં વધુ જોખમવાળી રમતમાં દબાણમાંથી કેવી રીતે બહાર નીકળવું તે જાણવું ઘણું જરૂરી છે.