ઑસ્ટે્લિયન બેટર ઉસ્માન ખ્વાજાના જૂતા પર પ્રતિબંધ !!
જો હવે ખ્વાજા પ્રતિબંધિત જૂતા પહેરશે તો આઈસીસી મેચ રમવા નહીં દે
ઑસ્ટે્રલિયન ખેલાડી ઉસ્માન ખ્વાજા અત્યારે પોતાના બૂટ (જૂતા)ને કારણે ચર્ચામાં છે. ખ્વાજા પાકિસ્તાન વિરુદ્ધ પર્થમાં રમાનારા પહેલાં મુકાબલાના ટે્રનિંગ સેશનમાં જે જૂતા પહેરીને આવ્યો હતો તેના ઉપર સૂત્રો લખેલાં હતાં. આ સૂત્રો ગાઝા અને પેલેસ્ટાઈન હિંસા સાથે જોડાયેલા છે. આઈસીસીએ સ્પષ્ટ કર્યું છે કે મેદાન પર ખ્વાજા આ જૂતા પહેરી શકશે નહીં. જો તે એ જૂતા પહેરીને પાકિસ્તાન વિરુદ્ધ મેદાન પર ઉતરશે તો તેના ઉપર પ્રતિબંધ મુકાઈ શકે છે. આ નિર્ણય બાદ ખ્વાજાએ વીડિયો થકી પોતાનો મત વ્યક્ત કર્યો હતો.
તેણે વીડિયોમાં કહ્યું કે મારા જૂતાને લઈને અત્યારે ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે. હું વધુ કશું કહેવા માંગતો નથી કેમ કે તેની જરૂર પણ નથી પરંતુ હું ઈચ્છું છું કે તમે ખુદને અમુક સવાલ પૂછો. શું બધાની જિંદગી જરૂરી નથી. મને એવું લાગે છે કે તમે કોઈ પણ વંશ કે ધર્મના હોય પરંતુ સૌથી પહેલાં જિંદગી મહત્ત્વની છે. કોઈ મને ચૂપ રહેવા કે કશું બોલવાની ના પાડે તો એ મોટી પરેશાની ગણાશે. મને આશ્ચર્ય એ વાતનું છે કે ઘરા બધા લોકો એવા છે જે મારી સાથે સહમત નથી.
હું કોઈનો પક્ષ લઈ રહ્યો નથી. મારા માટે દરેક જિંદગી મહત્ત્વની છે. એક યહુદીનું જીવન, એક મુસ્લિમનું જીવન અને એક હિન્દુનું જીવન બધું સમાન જ છે. હું તેમના માટે અવાજ ઉઠાવી રહ્યો છું. શા માટે તમે લોકો માટે બોલી ન શકો ? આ તમામ લોકો મારા દિલની નજીક છે.