ભારત સામેની સીરીઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમની જાહેરાત
કાંગારુઓ 22 સપ્ટેમ્બરથી 3 મેચની વનડે સીરીઝ રમાશે.
વનડે વર્લ્ડકપ 2023 પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 સપ્ટેમ્બરથી 3 મેચની વનડે સીરીઝ રમાશે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ સીરીઝ માટે કાંગારૂ ટીમની જાહેરાત કરી છે. તેમાં સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક અને ગ્લેન મેક્સવેલની સાથે કેપ્ટન પેટ કમિન્સની વાપસી થઇ છે. વર્લ્ડકપ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમ મેગા ઈવેન્ટ માટે પોતાની તૈયારીઓનું ટેસ્ટિંગ કરવાના ઈરાદા સાથે આ સીરીઝમાં ઉતરશે.
ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ એશિઝ 2023ની છેલ્લી ટેસ્ટ મેચમાં ઈજાગ્રસ્ત થયા બાદ દક્ષિણ આફ્રિકામાં વનડે સીરીઝમાં ભાગ લઈ શક્યો ન હતો. આ ઉપરાંત સ્ટીવ સ્મિથ અને ગ્લેન મેક્સવેલ પણ ઈજાના કારણે આ સીરીઝનો ભાગ બની શક્યા નથી. હવે આ ત્રણેય ખેલાડીઓ સંપૂર્ણ રીતે ફિટ કમબેક કરી રહ્યા છે.
ભારતીય પીચને ધ્યાનમાં રાખીને ઓસ્ટ્રેલિયાએ પણ પોતાની ટીમમાં બે સ્પેશ્યલ સ્પિન બૉલરોનો સમાવેશ કર્યો છે, જેમાંથી એક એડમ ઝમ્પા અને બીજો તનવીર સંઘા છે. આ ઉપરાંત ટીમના ત્રીજા સ્પિન બૉલરના ઓપ્શન તરીકે ગ્લેન મેક્સવેલ પણ હશે.
સ્પેન્સર અને લાબુશાનેને મળી જગ્યા
દક્ષિણ આફ્રિકા સામેની વનડે સીરીઝમાં બેટથી શાનદાર પ્રદર્શન કરનાર માર્નસ લાબુશેનને ભારત સામેની સીરીઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. મિચેલ સ્ટાર્ક ઉપરાંત કેપ્ટન પેટ કમિન્સ, સીન એબૉટ, જૉશ હેઝલવુડ અને સ્પેન્સર જોન્સનને પણ ફાસ્ટ બૉલિંગમાં સ્થાન આપવામાં આવ્યું છે.
બંને ટીમો વચ્ચે સીરિઝની પ્રથમ વનડે 22 સપ્ટેમ્બરે મોહાલીના મેદાન પર રમાશે. આ પછી બીજી અને ત્રીજી વનડે મેચ 24 અને 27 સપ્ટેમ્બરે ઈન્દોર અને રાજકોટના મેદાન પર રમાશે.
ભારત સામેની વનડે સીરીઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ –
પેટ કમિન્સ (કેપ્ટન), સીન એબૉટ, એલેક્સ કેરી, નાથન એલિસ, કેમેરૂન ગ્રીન, જૉશ હેઝલવુડ, જૉશ ઈંગ્લિશ, સ્પેન્સર જોહ્ન્સન, માર્નસ લેબુશેન, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, તનવીર સંઘા, મેથ્યૂ શૉર્ટ, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનીસ, ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા.