આફ્રિકાને બીજો ઝટકો: કેપ્ટન બાવુમા બાદ સ્ટાર બોલર બહાર
ભારત સામે ૩ જાન્યુઆરીથી બીજી ટેસ્ટ મેચ શરૂ થાય તે પહેલાં જ આફ્રિકાને બબ્બે મોટા ઝટકા લાગી ગયા છે. ટીમનો કેપ્ટન ટેમ્બા બાવુમા ઈજાગ્રસ્ત થઈને બહાર થયા બાદ હવે ફાસ્ટ બોલર ગેરાલ્ડ કોએત્ઝે ઈજાને કારણે કેપટાઉન ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. ક્રિકેટ આફ્રિકાએ આ જાણકારી આપી છે.
ક્રિકબઝના જણાવ્યા પ્રમાણે પહેલી ટેસ્ટના ત્રીજા દિવસે બોલિંગ કરતી વખતે કોઈત્ઝેની ઈજા વધી ગઈ હતી. તેણે પહેલી ઈનિંગમાં માત્ર એક વિકેટ લીધી હતી જ્યારે બીજી ઈનિંગમાં માત્ર પાંચ ઓવર જ ફેંકી શક્યો હતો. જો કે આફ્રિકાને તેની કમી પડી ન્હોતી અને તેણે મેચ ઈનિંગ અને ૩૨ રને જીતી લીધી હતી.
આફ્રિકાએ કોએત્ઝેના સ્થાને લુંગી એનગીડી અને વિયાન મુલ્ડરને સાથે રાખ્યા છે અને જો એક સ્પીનર લેવાનું થશે તો કેશવ મહારાજ પસંદગી માટે ઉપલબ્ધ છે.