વર્લ્ડકપ જીત્યા બાદ ઑસ્ટે્લિયન મીડિયાએ ભારતની ઉડાવી ઘોર મજાક !!
કમીન્સ-મેક્સવેલે બળતામાં ઘી હોમ્યું
વર્લ્ડકપમાં ભારતને ૬ વિકેટે હરાવીને ચેમ્પિયન બનનાર ઑસ્ટે્રલિયાએ તેના લખણ ઝળકાવાનું શરૂ કર્યું છે. ભારતની આ હાર બાદ ઑસ્ટે્લિયનના અનેક મીડિયા હાઉસે ભારતની ઘોર મજાક ઉડાવી છે. તેમાંથી જ એક મીડિયાએ સોશ્યલ મીડિયા પેઈઝ પર ભારતીય ખેલાડીઓ માટે અપમાનજનક પોસ્ટ કરી છે જેને ગ્લેન મેક્સવેલે લાઈક અને ઑસ્ટે્લિયન કેપ્ટન પેટ કમીન્સે કોમેન્ટ કરી છે.
સોશ્યલ મીડિયા પોસ્ટ પર હોસ્પિટલની એક તસવીર બતાવાઈ છે જેમાં ઑસ્ટે્રલિયાનો ટે્રવિડ હેડ નવજાત બાળકને જન્મ આપનારી માની જેમ પલંગ પર સૂતો છે અને તેની આસપાસની નર્સ હાથમાં બાળકને લઈને ઉભેલી છે. આ બાળકોના ચહેરા પર ભારતીય ક્રિકેટર્સ વિરાટ કોહલી, રોહિત શર્મા અને કે.એલ.રાહુલના ચહેરા ફીટ કરી દેવામાં આવ્યા છે. આ તસવીરના કેપ્શનમાં લખાયું છે કે એક સાઉથ ઑસ્ટે્લિયન માણસે ૧૧ બાળકોને જન્મ આપીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ તસવીરનો મતલબ એવો નીકળે છે કે ફાઈનલ મેચમાં હેડે સદી લગાવીને પોતાની ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવી છે અને રોહિત તેમજ તેની ટીમ પાસે હેડને રોકવાની કોઈ રીતભાત ન્હોતી ! આ પોસ્ટ પર કમીન્સે ઈમોજી પોસ્ટ કરી છે તો મેક્સવેલે લાઈક કરી છે.