એડિલેડ બાદ ગાબામાં પણ બોલ્યો સિરાજનો હુરિયો
ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સીરાજ અને ઑસ્ટે્રલિયન ક્રિકેટ ચાહકો વચ્ચેની ખાઈ ઓછું થવાનું નામ લઈ રહી નથી. બન્ને ટીમ વચ્ચે બ્રિસબેનના ગાબામાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચના પહેલાં દિવસે દર્શકોએ સિરાજનો હુરિયો બોલાવ્યો હતો. સિરાજ બોલિંગ કરી રહ્યો હતો ત્યારે દર્શકોમાંથી તેનો હુરિયો બોલાવાયો હતો. સિરાજ અને ટે્રવિસ હેડ વચ્ચે એડિલેડ ટેસ્ટ દરમિયાન તું તું મેં મેં થઈ હતી. આવું પહેલી વખત નથી બન્યું જ્યારે સિરાજનો ઑસ્ટે્રલિયામાં હુરિયો બોલ્યો હોય. હેડ સાથે બાખડ્યા બાદ એડિલેડમાં પણ દર્શકોએ સીરાજ સાથે આ પ્રકારનો વ્યવહાર કર્યો હતો.