અમ્પાયરને ગાળો ભાંડી ડેવિડ વૉર્નરે તમામ હદ વળોટી નાખી
આકરી કાર્યવાહી કરશે આઈસીસી
ઑસ્ટે્રલિયના ઓપનિંગ બેટર ડેવિડ વૉર્નરે વર્લ્ડકપ-૨૦૨૩માં શ્રીલંકા વિરુદ્ધ મુકાબલામાં ઝડપી શરૂઆત કરી હતી. આ પછી ચોથી ઓવરમાં ૧૧ રને તે રમી રહ્યો હતો ત્યારે એલબીડબલ્યુ આઉટ થયો હતો. ડીઆરએસમાં ઑનફિલ્ડ કૉલ હોવાને કારણે રિવ્યુ તો બચી ગયો પરંતુ વૉર્નરે પરત ફરવું પડ્યું હતું કેમ કે ફિલ્ડ અમ્પાયરે તેને આઉટ આપ્યો હતો.
આ પછી ડેવિડ વૉર્નર અમ્પાયર પર ભડકી ઉંયો હતો. પહેલાં તેણે ગુસ્સામાં પેડ ઉપર બેટ માર્યું હતું. આ પછી અમ્પાયર તરફ જોઈને ગાળો બોલવા લાગ્યો હતો. આ મામલે વૉર્નર વિરુદ્ધ કાર્યવાહી થવાની પૂરી સંભાવના છે. તેના ઉપર પ્રતિબંધ મુકાય તેવી શક્યતા તો ઓછી છે પરંતુ તેની મેચ ફી જરૂર કપાઈ શકે છે. આઈસીસી કોડ ઑફ કંડક્ટ હેઠળ અમ્પાયરના નિર્ણયને વધુ પડતો ગણાવવો, સ્પષ્ટ નિરાશ થવા સહિતની બાબતે ખેલાડીઓ પર દંડ લગાવી શકાય છે.