15 વર્ષના ટેણિયાએ ઑલિમ્પિકમાં મેડલ જીતનારા શૂટરને હરાવ્યો !!
ઉત્તરાખંડમાં નેશનલ ગેમ્સમાં પુરુષ ૧૦ મીટર એર પીસ્તલની ફાઈનલ ઈવેન્ટનું આયોજન થયું જેમાં મોટો ઉલટફેર જોવા મળ્યો હતો. ઓલિમ્પિક મેડલિસ્ટ સરબજોત સિંહ પોડિયમ પર જગ્યા બનાવી શક્યો ન્હોતો. જ્યારે કર્ણાટકના ૧૫ વર્ષના જોનાથન એંથની ગાવિને ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો હતો. ૧૦ મીટર એર પીસ્તલ ઈવેન્ટમાં કોમનવેલ્થ અને એશિયન ગેમ્સ ગોલ્ડ મેડાલિસ્ટ સૌરભ ચૌધરી, પેરિસ ઓલિમ્પિક મેડલિસ્ટ સરબજોત સિંહ જેવા દિગ્ગજ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જો કે બન્નેમાંથી કોઈ પણ મેડલ જીતી શક્યું ન્હોતું. સૌરભ ફાઈનલ માટે ક્વોલિફાય પણ કરી શક્યો ન્હોતો.