ઓહ !! ૧૪૦ કરોડ લોકોના દિલ તૂટ્યા
૧૦ મેચ સુધી અજેય' રહેલી ટીમ ઈન્ડિયાને ફાઈનલમાં ૬ વિકેટે હરાવતું ઑસ્ટે્રલિયા: ક્રિકેટરસિકોમાં
ગમગીની’
પહેલો દાવ લઈને ૨૪૦ રન બનાવ્યા બાદ ઑસ્ટે્રલિયાની ૪૭ રનમાં ૩ વિકેટ ખેડવી; જો કે ત્યારબાદ મેન ઑફ ધ મેચ ટે્રવિસ હેડ (૧૩૭ રન)-લાબુશેન (૫૮ રન)એ બોલરોને મચક આપ્યા વગર જીત ખુંચવી
૧૦ વર્ષ પછી આઈસીસી ટ્રોફીના દુકાળનો અંત આણવાની અણીએ ઉભેલી ભારતીય ટીમે આ વખતે પણ નિરાશ કરતા ૧૪૦ કરોડ દેશવાસીઓના દિલ તૂટી ગયા છે. વર્લ્ડકપ-૨૦૨૩ની સેમિફાઈનલ સહિત દસેય મેચમાં `અજેય’ રહીને ફાઈનલમાં પહોંચનારી ટીમ ઈન્ડિયાને ઑસ્ટે્રલિયાએ ૬ વિકેટે સણસણતો પરાજય આપીને છઠ્ઠી વખત વર્લ્ડકપ પોતાના નામે કર્યો હતો. મોદી સ્ટેડિયમ ૧.૩૨ લાખ દર્શકોથી ખચોખચ ભરેલું હતું જ્યાં પરાજયને કારણે જબ્બર ગમગીની વ્યાપી જવા પામી હતી સાથે સાથે આખો દેશ ગમમાં ડૂબી ગયો હતો. એકંદરે દેશવાસીઓ આ પરાજયને ક્યારેય ભૂલી શકશે નહીં તે નિશ્ચિત છે.
ફાઈનલ મુકાબલામાં ઑસ્ટે્રલિયાએ ટોસ જીતી પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. જવાબમાં ભારતીય ટીમ ૫૦ ઓવરમાં ૨૪૦ રન બનાવી ઓલઆઉટ થઈ હતી. ભારત વતી કેપ્ટન રોહિત શર્માએ ૩૧ દડામાં ૪૭, શુભમન ગીલે ૪, વિરાટ કોહલીએ ૬૩ દડામાં ૫૪, શ્રેયસ અય્યે ૪, કે.એલ.રાહુલે ૧૦૭ દડામાં ૬૬, રવીન્દ્ર જાડેજાએ ૯, સૂર્યકુમાર યાદવે ૧૮, શમીએ ૬, કુલદીપ યાદવે ૧૦ અને મોહમ્મદ સીરાજે ૯ રન બનાવ્યા હતા. બોલિંગમાં ઑસ્ટે્રલિયા વતી સ્ટાર્કે ૩, હેઝલવૂડ-કમીન્સે ૨-૨, મેક્સવેલ-ઝેમ્પાએ ૧-૧ વિકેટ મેળવી હતી.
૨૪૧ રનના લક્ષ્યાંક સામે ઑસ્ટે્રલિયાની ૪૭ રનમાં જ ત્રણ વિકેટ પડી ગઈ હતી જેમાં વૉર્નર ૭, મીચેલ માર્શ ૧૫ અને સ્મિથ ૪ રન બનાવીને આઉટ થતાં ટીમ ઈન્ડિયા ડ્રાઈવિંગ સીટ પર આવી ગઈ હતી. જો કે ત્યારબાદ ટે્રવિસ હેડ અને માર્નસ લાબુશેને ધૈર્યપૂર્વકની બેટિંગ કરી ભારતીય બોલરોને જરા અમથી મચક આપ્યા વગર ૧૯૨ રનની ભાગીદારી કરી હતી જેમાં હેડે ૧૩૭ રનનું યોગદાન આપ્યું હતું. તેની આ શાનદાર ઈનિંગની મદદથી ઑસ્ટે્રલિયાએ ૪૩ ઓવરમાં ઓવરમાં ૪ વિકેટ ગુમાવી ૨૪૧ રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ભારત વતી બુમરાહને ૨ તો મોહમ્મદ શમીને ૧ અને મોહમ્મદ સીરાજને ૧ વિકેટ મળી હતી. આ સિવાય રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ વિકેટવિહોણા રહ્યા હતા જેના કારણે ભારતને છઠ્ઠા બોલરની ખોટ પડી હતી તેમાં શંકાને કોઈ સ્થાન નથી.