૧૩ વર્ષના વૈભવ સૂર્યવંશીએ સદી ફટકારી રચ્યો ઈતિહાસ
ભારતીય ખેલાડી વૈભવ સૂર્યવંશી એ ઑસ્ટ્રેલિયાની અન્ડર-૧૯ ટેસ્ટ મેચમાં સદી બનાવીને મોટો રેકોડૅ પોતાના નામે કર્યો હતો. ભારતીય અન્ડર-૧૯ ટીમ ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ચેન્નાઈમાં ટેસ્ટ મેચ રમી રહી છે. અહીં ઑસ્ટ્રેલિયાએ પહેલી ઈનિંગમાં ૨૯૩ રન બનાવ્યા હતા.
આ પછી ભારત વતી બેટિંગ કરતા વૈભવ સૂર્યવંશીએ ટેસ્ટ મેચમાં ટી-૨૦ સ્ટાઈલથી રમત રમી હતી. તેણે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ વરસાવીને ૫૮ બોલમાં પોતાની સદી પૂણૅ કરી લીધી હતી. તેની ઈનિંગમાં ૧૪ ચોગ્ગા અને ચાર છગ્ગા સામેલ હતા. સૂર્યવંશી ૧૦૪ રન બનાવીને રનઆઉટ થયો હતો. સૂર્યવંશીની આ સદી કોઈ પણ ભારતીય અન્ડર-૧૯ ટેસ્ટમાં સૌથી ઝડપી સદી છે.
દુનિયામાં આ એઈઝગ્રુપની બીજી સૌથી ઝડપી સદી છે. ઈંગ્લેન્ડનો મોઈન અલી આ લિસ્ટમાં સૌથી આગળ છે. તેણે ૨૦૦૫માં ૫૬ બોલમાં સદી બનાવી હતી.