૫૩૫૦ કિ.મી. સાઈકલ ચલાવીને ધોનીને મળવા પહોંચ્યો !
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો ચાહકવર્ગ હજુ ઘટ્યો નથી. આવો જ તેનો એક ચાહક છે જેણે ધોનીને મળવા માટે ૫૩૫૦ કિલોમીટર સાયકલ ચલાવી હતી. આ ચાહકનું નામ ગૌરવ કુમાર છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ દ્વારા રાંચી પહોંચવાની સ્ટોરી શેયર કરી હતી. વીડિયોમાં ગૌરવે જણાવ્યું કે તેણે થાલાને મળવા માટે કેવી રીતે ૫૩૫૦ કિલોમીટરની સફર સાયકલથી કાપી. આટલી લાંબી સફર કર્યા બાદ પણ તેણે ધોનીને મળવા માટે અંદાજે એક સપ્તાહનો ઈન્તેજાર કરવો પડ્યો હતો. ધોનીને મળવા માટે તે દિલ્હીથી ચેન્નાઈ પહોંચ્યો હતો પરંતુ ત્યાં ધોનીને મળી શક્યો ન્હોતો. આ પછી તે દિલ્હી આવ્યો અને ત્યાંથી રાંચી ગયો હતો. આ પછી એક સપ્તાહ સુધી ધોનીના ફાર્મહાઉસ બહાર રાહ જોયા બાદ આખરે ધોનીને મળ્યો હતો.
