૪ બોલરોએ લૂંટાવ્યા ૨૩૫ રન: ક્રિકેટ ઈતિહાસની સૌથી `ખતરનાક’ ધોલાઈ
વિજયકુમાર વૈશાક, ફર્ગ્યુસન, રીસ ટૉપલી અને યશ દયાલના નામે શરમજનક રેકોર્ડ
આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ઐતિહાસિક મેચ રમાઈ હતી. મેચમાં હૈદરાબાદે ૨૮૭ રનનો પહાડ જેવડો સ્કોર બનાવીને બેંગ્લોરને તેના જ ઘરમાં ધૂળ ચાટતું કરી દીધું હતું. આ આઈપીએલ ઈતિહાસનો સૌથી મોટો સ્કોર તો હતો પરંતુ સાથે જ મેચમાં બેંગ્લોરના ૪ બોલરોએ અત્યંત શરમજનક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ ચાર બોલરોમાં વિજયકુમાર વૈશાક, રીસ ટૉપલી, લોકી ફર્ગ્યૂસન અને યશ દયાલનો સમાવેશ થાય છે.
આ ચારેય બોલરોએ મળીને મુકાબલામાં ૨૩૫ રન લૂંટાવ્યા હતા. આ ચારેયે ૫૦થી વધુ રન આપ્યા હતા જે એક મોટો રેકોર્ડ છે. આઈપીએલ અને ઓવરઓલ ટી-૨૦ ક્રિકેટ ઈતિહાસમાં આવું પહેલી વખત બન્યું છે જ્યારે કોઈ એક મેચમાં એક જ ટીમના ચાર બોલરોએ ૫૦-૫૦થી વધુ રન લૂંટાવ્યા છે.
રીસ ટોપલીએ ૬૮ રન આપીને ૧ વિકેટ, વૈશાકે ૬૪ રન, ફર્ગ્યૂસને ૫૨ રન આપીને ૨ વિકેટ અને યશ દયાલે ૫૧ રન આપ્યા હતા પરંતુ કોઈ વિકેટ મેળવી શક્યો ન્હોતો.