૨૯ રન પૂરા કરતાંની સાથે જ રોહિતે બનાવ્યો રેકોર્ડ
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ પર ઈંગ્લેન્ડ વિરુદ્ધ ૨૯મો રન બનાવીને એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે. તે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રણેય ફોર્મેટમાં ૨૦૦૦થી વધુ રન બનાવનારો નવમો ભારતીય બેટર બન્યો છે. તેણે આ મેચ પહેલાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ૧૯૭૧ રન બનાવ્યા હતા જ્યારે ૧૩મી ઓવરના અંતિમ દડે ૨ રન બનાવીને ૨૯ રન પૂર્ણ કર્યા હતા. આ સાથે જ તેણે પોતાના સીનિયર સાથી યુવરાજસિંહ સહિત અનેક બેટરોની યાદીમાં પોતાનું નામ નોંધાવ્યું છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રણેય ફોર્મટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ મહાન સચિન તેંડુલકરના નામે છે. સચિને ૩૯૯૦ રન બનાવ્યા છે જ્યારે વિરાટ કોહલીએ ૩૯૭૦ રન ફટકાર્યા છે. ત્રીજા નંબરે ધોની છે.
ઈંગ્લેન્ડ વિરુદ્ધ ૨૦૦૦ રન બનાવનારા ભારતીય બેટર
ખેલાડી રન
સચિન તેંડુલકર ૩૯૯૦
વિરાટ કેાહલી ૩૯૭૦
ધેાની ૨૯૯૯
રાહુલ દ્રવિડ ૨૯૯૩
ગાવસ્કર ૨૯૧૯
અઝહરુદ્દીન ૨૧૮૯
યુવરાજસિંહ ૨૧૫૪
દિલીપ વેંગસરકર ૨૧૧૫
રેાહિત શર્મા ૨૦૦૦+