હૈદરાબાદને હસારંગાએ આપ્યો `દગો’
આઈપીએલ પહેલાં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. સ્ટાર ઑલરાઉન્ડર વાનિંદુ હસારંગાને ૨૨ માર્ચથી બાંગ્લાદેશ વિરુદ્ધ શરૂ થઈ રહેલી બે ટેસ્ટ મેચની શ્રેણીમાં શ્રીલંકા ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે આવામાં તે આઈપીએલના અમુક મુકાબલા રમશે નહીં. હસારંગા શ્રીલંકા વતી ચાર ટેસ્ટ રમી ચૂક્યો છે અને પાછલા વર્ષે ઓગસ્ટમાં વ્હાઈટ બોલ ક્રિકેટ પર ધ્યાન આપવા માટે ટેસ્ટ ફોર્મેટમાંથી તેણે સંન્યાસ લીધો હતો જે પરત ખેંચીને તે ટીમ સાથે જોડાયો છે. હવે જોવાનું એ રહ્યું કે હસારંગાની ગેરહાજરીમાં હૈદરાબાદ ટીમ કયા ખેલાડીને ટીમમાં સામેલ કરે છે.