હાર્દિક પંડ્યાની ક્રિકેટ મેદાન પર વાપસી
ટીમ ઈન્ડિયાના ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ક્રિકેટના મેદાન પર વાપસી કરી લીધી છે. તે મુંબઈની એક સ્થાનિક ટી-૨૦ ટૂર્નામેન્ટમાં રમવા ઉતર્યો છે. જો કે આ ટી-૨૦ ટૂર્નામેન્ટને કોઈ લીગનો દરજ્જો પ્રાપ્ત નથી પરંતુ ક્રિકેટના મેદાન પર હાર્દિકની વાપસી ટીમ ઈન્ડિયા માટે એક સારો સંકેત છે. આ ટી-૨૦ ટૂર્નામેન્ટ સાથે જ હાર્દિક આઈપીએલ-૨૦૨૪ની તૈયારીમાં લાગી ગયો છે. હાર્દિક નવી મુંબઈના ડી.વાઈ.પાટિલ સ્ટેડિયમમાં ડી.વાઈ.પાટીલ ટી-૨૦ ટૂર્નામેન્ટમાં રિલાયન્સ-૧ ટીમ માટે કેપ્ટન તરીકે મેદાને ઉતર્યા છે. આઈપીએલ-૨૦૨૪માં પણ તે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન છે. હાર્દિક પંડ્યા અત્યાર સુધી ભારતની ટી-૨૦ ટીમનો કેપ્ટન હતો પરંતુ અફઘાન વિરુદ્ધ રમાયેલી ટી-૨૦ શ્રેણીમાં રોહિતે કેપ્ટનશિપ કરી હતી